Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમિતભાઇએ ઇંદિરાજીનો નારો ચોરી લીધો ! સોશ્યલ મિડીયામાં ટ્રોલ

નવી દિલ્હી, તા. ર૮ :  વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી ભાજપા સરકારે ચાર વર્ષ પુરા કર્યા છે. આ ચાર વર્ષમાં સરકારે જનતા માટે શું કર્યુ. એની જાણ કરવા પણ પ્રમુખ અમિતભાઇ શાહે આજે મીડીયાને સંબોધન કર્યુ, પોતાના સંબોધનમાં શ્રી શાહે પી.એમ. મોદી માટે એવું કહ્યું કે જેના લીધે સ્વરાજ ઇંડીયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે તેની બરાબર મજાક ઉડાવી છે.

શ્રી શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વિરોધ પક્ષો ઇચ્છે છે કે મોદી અને ભાજપાને હટાવો પણ અમારી પાર્ટીનો એંજડા ગરીબી, અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર દેશમાંથી દૂર કરીને દેશને સ્થિરતા અને વિકાસ આપવાનો છે.

શાહના આ બયાન પર એક વાચકે પત્રકાર રાજદિપ સરદેસાઇને કહ્યું કે તમે આ વાત પહેલા જ કહી હતી. વાચકે લખ્યુ કે સરદેસાઇને સલામ, તમે ત્રણ મહિના પહેલા જ કહ્યું હતું કે તેઓ કહે છે ભાજપને હટાવો અમે કહી છીએ દેશને બચાવો આ સ્લોગન ભાજપા જરૃર બોલશે અને આજે અમિતભાઇ શાહે પોતાની પ્રેમ કોન્ફરન્સમાં તે કોપી કર્યુ.

(3:54 pm IST)