Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

CBSE: હવે પૂનર્મૂલ્યાંકાન નહિઃ આંકડાનું વેરીફીકેશન થશે

આ વર્ષથી ઓન લાઇન માર્કસ વેરીફીકેશન વ્યવસ્થા

દેહરાદૂન : કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઇ) માં આ વર્ષની પરીક્ષાના પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓને પેપર્સન ફેરતપાસની સવલત-મોકો નહિ મળે. માત્ર પ્રશ્નો માટે જે માર્કસ મળ્યા હોય તે આંકડાઓનું વેરિફીકેશન જ કરી શકશે. બોર્ડ આ વર્ષથી પુનર્મૂલ્યાંકનની વ્યવસ્થા સમાપ્ત કરી છે અને તુરંત ના 'માર્કસ વેરીફીકેશન' ની પ્રક્રિયા ઓન લાઇન શરૃ થઇ જશે. અત્યાર સુધી પ્રશ્ન પત્રોનું પુનર્મૂલ્યાંકન ઉપરાંત ત્યારબાદ માર્કસ વેરિફીકેશનની સવલત પણ અપાતી હતી.

સીબીએસઇ બોર્ડના ઉચ્ચ અધિકારી શ્રી રણવીર સિંહના કહેવા મુજબ માર્કસ વેરીફીકેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર સવિસ્તાર જાહેર કરાશે.

 

(3:51 pm IST)