Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

હવે ડોકટરો માટે ૧ મહિનાનો તાલિમ કોર્સ

એમસીઆઇના ચેરમેન ડો. જયશ્રી મહેતાની જાહેરાત : એમબીબીએસમાં આવતા સત્રથી ફરજીયાત શિક્ષણ અપાશે અને તેમાં પાસ થવું જરૂરી

નવી દિલ્હી : હોસ્પિટલોમાં ડોકટરો અને દર્દીઓ-તેમના સગા વચ્ચે વધતા જતા મારામારી-બોલાચાલીના બનાવો વધતા જાય છે. દર્દીની પરેશાની વધતી જાય છે. તેને નજરમાં રાખી મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ) એ ડોકટરોના એમબીબીએસના ભણતરની સાથોસાથ દર્દીઓ તથા તેના પરિવારજનો  સાથે કેમ વર્તવું તેનો ૧ મહિનાનો અભ્યાસ આવતા સત્રમાં પ્રથમ વર્ષથી જ ફરજીયાત બનાવવા નિર્ણય લઇ લીધો છે, પ વર્ષના એમબીબીએસના અભ્યાસક્રમમાં ૧ મહિનો ખાસ વાણી-વર્તન માટે ફાળવાશે. એમસીઆઇના ચેરમેન ડો. જયશ્રીબેન મહેતાએ જણાવેલ કે આવતા વર્ષથી જ ''એડીટયુડ અને સંવાદ'' નામથી આ કોર્ષ શરૂ થશે.  જે પાસ કરવાનું તમામ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત રહેશે.

(3:49 pm IST)