Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પેટ્રોલના ભાવમાં રાહત આપવાના મુડમાં નથી મોદી સરકાર ?

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટવાની રાહ જોવાઈ રહી છે

નવી દિલ્હી, તા. ૨૮ :. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો અંગે વિપક્ષના નિશાના પર આવેલી મોદી સરકાર હાલમાં પ્રજાને કોઈ રાહત આપવાના મુડમાં નથી. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. સુત્રોના જણાવ્યા મુજબ તેલના વધતા ભાવોથી સરકાર ચિંતિત તો છે પરંતુ તેમ છતા એકસાઈઝ ડયુટીમાં ઘટાડો જેવા પગલા ભરીને રાહત આપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

એવુ બન્યુ છે કારણ કે તેનાથી કલ્યાણકારી યોજનાઓ માટે ફંડ એકત્રિત કરવા અને રાજસ્થ ભેગુ કરવા પર ખરાબ અસર પડસે તેની મોંઘવારી પર પણ પ્રતિકુળ અસર પડશે જે હાલમાં કાબુમાં છે. સરકારનું માનવું છે કે બજારને ધ્યાનમાં રાખ્યા વગર એવુ કોઈ પગલુ ભરવું યોગ્ય નથી. એ પણ સત્ય છે કે છેલ્લા દિવસો દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવો બે ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે.

(3:46 pm IST)