Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમદાવાદની મહિલાને પાસપોર્ટ નહીં મળતા આત્મહત્યાની ચીમકી:સુષ્મા સ્વરાજને ટેગ કરતા યોગ્ય કરવાની ખાતરી

અમદાવાદની એક મહિલાએ પાસપોર્ટ નહીં મળતા ટ્વિટર પર આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી.આ મહિલાએ પોતાની ટ્વિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટેગ કર્યા હતા.સુષ્મા સ્વરાજ આ મહિલાની વહારે આવ્યા હતા અને આ અંગે યોગ્ય તપાસના પણ આદેશ કર્યા છે.

 

 આ અંગેની વિગત મુજબ અમદાવાદમાં સંતોષબેન હરિપ્રસાદ પંડિતે પાસપોર્ટ નહીં મળતા ટ્વિટર પર સુષ્મા સ્વરાજને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મહિલાએ વિદેશ મંત્રીને ટેગ કરીને કરેલા ટ્વિટમાં લખ્યું હતું કે, "મારો પાસપોર્ટ તા. 10-06-2018 સુધી નહીં મળે તો હું તારીખ 15-06-2018ના રોજ ગુલબાઇ ટેકરા ખાતે આવેલી અમદાવાદ પાસપોર્ટ ઓફિસ સામે આત્મહત્યા કરીશ." આ સાથે જ   મહિલાઓ પોતાના પાસપોર્ટની અરજી અંગેની વિગતો અને તેના મોબાઇલ નંબર સાથેની વિગતો પણ શેર કરી હતી. મહિલાએ 27મી મેના રોજ સુષ્માને આવું ટ્વિટ કર્યું હતું.

   સુષ્માએ આ અંગે ત્વરિત કાર્યવાહી કરતા તપાસના આદેશ કર્યા હતા. સુષ્માએ અમદાવાદ પાસપોર્ટ ઓફિસને ટેગ કરીને એક ટ્વિટ કરી સંતોષબેનની ફરિયાદ દૂર કરવાનો આદેશ કર્યો હતો. સુષ્માએ ટ્વિટમાં લખ્યું છે કે, "નીલમઃ આજે જ સંતોષ બેનને ઓફિસ બોલાવીને તેમની સમસ્યા કે પીડાને સમજો. આ આખો કેસ શું છે તેનો રિપોર્ટ મને મોકલવામાં આવે."

    અત્રે ઉલ્લેખનીય છે કે  વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટરના માધ્યમથી દેશ અને પરદેશમાં મુશ્કેલીમાં મૂકાયેલી લોકોની મદદ કરવા માટે ખૂબ જાણીતા છે. ખાસ કરીને વિદેશમાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકો ટ્વિટરના માધ્યમથી તેમની મદદ માંગતા હોય છે.

 

twitter video link :

(3:20 pm IST)