Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મોબાઈલમાં નંબર સેવ ના હોય છતાં પણ વોટ્સએપમાં હવેથી મેસેજ મોકલી શકાશે:જાણો કઈ રીતે મોકલાશે ?

આજકાલ વોટસએપ લોકોની રોજિંદી જિંદગીનો મહત્ત્વનો હિસ્સો બની ચૂક્યું છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મથી લોકો તેમના ફોનમાં સેવ કેન્ટેક્ટને મેસેજ મોકલી શકે છે. પરંતુ  જો તમારા ફોનમાં કોઈનો નંબર સેવ હોય તો પણ તમે તેને વેટસએપથી મેસેજ મોકલી શકો છો.વોટ્સએપ એક નવા ફીચર્સ સાથે આવ્યુ છે, જેના ઉપયોગથી યુઝર તેમના કોઇ પણ મિત્રના નંબર સેવ કર્યા વગર ચેટ શરૂ કરી શકે છે.

  ફીચર્સનું નામ ક્લિક ટુ ચેટ છે. તેનો ઉપયોગ કરવા માટે વોટ્સએપ યુઝરને એક લિન્ક બનાવીને મંજૂરી આપે છે, જેના દ્વારા યુઝર્સ સેવ કર્યા વગરના કોન્ટેક્ટ પર ચેટ કરી શકે છે.

લિંક બનાવવા માટે https://api.whatsapp.com/send?phone= નો ઉપયોગ કરો અને તે કોન્ટેક્ટનો ફોન નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં દાખલ કરો. ધ્યાન રાખો કે ફોન નંબર દાખલ કરતી વખતે 0, બ્રેકેટ અથવા ડૅશ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે Use: https://api.whatsapp.com/send? ફોન = 1267896578

આવી રીતે નંબર દાખલ કરો: https://api.whatsapp.com/send?phone=+089-(666)9804567

   લિંકને ક્લિક કરવાથી સેવ કરેલા કોન્ટેક્ટનું ચેટ ખુલ્લી જશે. ક્લિક ટુ ચેટ સુવિધા બંને ફોન અને ડેસ્કટોપમાં કામ કરે છે. ખાસ એક વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે ફંક્શન માત્ર એક વ્યક્તિ સાથે ચેટ કરવા દરમિયાન વાપરી શકાશે. સુવિધા ગ્રુપ ચેટ માટે હાલ ઉપલબ્ધ નથી. તાજેતરમાં વોટ્સએપે વોટ્સએપ ગ્રુપ માટે નવી સુવિધાઓ અને અપડેટ્સ ઉમેર્યા હતા. દરમિયાન 5 વધુ સારી વસ્તુઓ જોડી હતી. તેમાં સામેલ છે ગ્રુપ ડિસ્ક્રીપ્શન, એડમિન કન્ટ્રોલ, ગ્રુપ કેચ અપ, પ્રાર્ટીસિપેન્ટ સર્ચ અને એડમિન પરમિશન.

   હવે વોટસએપ યુઝર્સ કોઈ પણ ગ્રુપને હંમેશાં માટે છોડી શકશે. તેનો અર્થ છે કે હવે જે ગ્રુપને તે હંમેશાં છોડી દેશે તેને ફરીથી તે ગૃપમાં જોડવામાં નહીં આવે. તેની સાથે જે લોકોએ ગ્રુપ બનાવ્યુ છે તેને હવે દૂર નહી કરી શકાય. તેની સાથે યુઝર ગ્રૂપમાં થયેલી વાતચીતમાં તે મેસેજને શોધી શકશે જે તેના કોન્ટેક્ટમાં હોય. મેસેજને તમામ ગ્રુપ સભ્યો જોઈ શકશે અને તેનો જવાબ માત્ર ગ્રૃપ એડમિન આપી શકશે.

(5:13 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST

  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • તામિલનાડુના તુતીકોરીન જિલ્લામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકતા લગાવેલ કલમ 144 હટાવાઈ :વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇનના કોપર યુનિટના વિરોધમાં હિંસા થતા વહીવટી તંત્રે 21મીએ કલમ 144 લાગુ કરી હતી :પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. access_time 7:16 am IST