Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ફ્રાન્સના 'સ્પાઇડરમેને' માત્ર 30 સેકન્ડમાં ચાર માળ ચઢીને એક બાળકનો જીવ બચાવ્યો:વાયરલ વીડિયો

નવી દિલ્હી:સ્પાઈડરમેનની ફિલ્મો અને કથાનક જોયા હશે અને અનેક વખત મુશ્કેલીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વિચાર્યુ હશે પરંતુ કંઇ કરી શકતા નથી.ત્યારે ફ્રાન્સમાં એક યુવકે ચોથા માળે લટકતા બાળકનો જીવ બચાવ્યો હતો 22 વર્ષનો મોમોદો એક એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમણે જોયું કે, એપાર્ટમેન્ટની બાલ્કનીમાં એક બાળક લટકી રહ્યુ છે બાળકને બચાવવા માટે માત્ર 30 સેકન્ડમાં મામોદો બાલ્કનીના સહારાએ એપાર્ટમેન્ટના ચાર માળ સુધી ચઢી ગયો અને બાળકને બચાવી લીધુ.

    ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઇ રહ્યો છે. લોકો મામોદોને ફ્રાન્સનો સ્પાઈડરમેન તરીકે ઓળખે છે. વીડિયોમાં મામોદો ખરેખર એક અસાધારણ રીતે ઝડપથી ઉત્સાહ સાથે એક બાલ્કનીમાંથી બીજી બાલ્કની ઉપર ચડીને બાળકને બચાવી લે છે.

   મામોદોએ એક સ્થાનિક અખબારમાં કહ્યું કે બાળકને બાલ્કનીમાં લટકાતુ જોઈને તે ખુબ ગભરાય ગયો હતો. અને બાળકને બચાવવા માટે કંઇ વિચાર્યા વગર દીવાલ પર ચડી ગયો. તેમણે બાળકની જિંદગી બચી જવા પર ભગવાનને અભિનંદન પણ આપ્યા. મામોદોએ કહ્યું કે બાળકને બચાવ્યા બાદ તે શૉકથી કંપાયેલો હતો અને થોડી વાર બાદ તે શોકમાંથી સામાન્ય થયો.

પૅરિસના મેયરે પણ મામોદોની બહાદુરી માટે પ્રશંસા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમએન્યુએલ મેક્રોએ પણ મામોદોને ખાસ અભિનંદન આપવા માટે એલઇસી પેલેસમાં ઇન્વાઈટ કર્યો છે. બાલ્કનીમાંથી લટકતુ ચાર વર્ષનું બાળક હાલ ઠીક છે. અને પોલીસ બાળકના પિતાની પૂછપરછ કરી રહી છે કે આખરે બાળક ઘરમાં એકલુ કેમ હતુ?

    મામોદોના વીડિયો પર ઇન્ટરનેટ પર ખૂબ વખાણ થઇ રહ્યા છે અને તેમની બહાદુરીની ખૂબ પ્રશંસા થઇ રહી છે. મામોદો માલીથી થોડા દિવસ પહેલા ફ્રાન્સ આવ્યા હતા અને ફ્રાન્સમાં રહેવુ તેમનું સપનું હતુ. ઘટના બાદ ફ્રાન્સમાં રહેવા માટે સરકારે પણ તેમની મદદ માટે જાહેરાત કરી છે.

(2:49 pm IST)