Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ચાર ફ્રી ટ્રાન્જેક્શન બાદ જનધન ખાતાઓને ફ્રીઝ કરવા અથવા રેગ્યુલર ખાતાંમાં ફેરવી રહી છે બેંકો

જો મિનિમમ બેલેન્સ મેન્ટેઈન નહીં કર્યું તો ગ્રાહકોએ પેનલ્ટી ચાર્જ આપવો પડે તેવી સ્થિતિ

મુંબઈઃવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી યોજના જનધન ખાતાં અંતર્ગત લાખો ગ્રાહકોએ બેંકમાં ખાતાં ખોલાવ્યાં હતા પરંતુ હવે બેંકોની દાંડાઈ બહાર આવી છે ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન આપ્યા બાદ કેટલીક બેંકો ખાતાંને ફ્રીઝ કરી દેવાઈ રહ્યાં છે કેટલીક બેંકો દ્વારા આવાં અકાઉન્ટને સામાન્ય ખાતાંમાં ફેરવી દેવાઈ રહ્યાં છે. બેંકોની આવી મનમાનીને કારણે ગ્રાહકોએ તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.

  જનધન ખાતાં ધારકોને મહિનામાં 4 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે જેના પર એકેય બેંક કોઈપણ પ્રકારના ચાર્જ ન વસૂલી શકે અને એ બાદ પૈસા ઉઠાવતી વખતે ચાર્જ લાગતો હોય છે. પરંતુ હવે સામે આવ્યું કે આ ચાર ટ્રાન્ઝેક્શન પૂરા થવા પર આવા ખાતાને બેંક દ્વારા ફ્રીઝ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં 4 ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ એચડીએફસી અને સીટી બેંક જેવી કેટલીક બેંકો 4 ટ્રાન્ઝેક્શન પર જનધન ખાતાંને રેગ્યુલર ખાતાંમાં તબદીલ કરી રહી છે, તેવામાં જનધન અકાઉન્ટ ખોલાવ્યું હોવા છતાં જો મિનિમમ બેલેન્સ મેન્ટેઈન નહીં કર્યું તો ગ્રાહકોએ પેનલ્ટી ચાર્જ આપવો પડશે.

   બેકોના ફ્રી ટ્રાન્ઝેક્શનની વ્યાખ્યા જ બદલી નાખવામાં આવી છે. આમાં માત્ર એટીએમથી કાઢવામાં આવેલા પૈસા પર જ નહીં પણ RTGS, NEFT, બ્રાન્ચ વિથડ્રોઅલ, ટ્રાન્સફર, ઈન્ટરનેટ ડેબિટ અને ઈએમઆઈ સહિતના ટ્રાન્ઝેક્શનનો પણ 4 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એવામાં જો કોઈ ગ્રાહકે 4 ટ્રાન્ઝેક્શન પૂરાં કરી લીધાં તો તેમણે એક મહિના માટે રાહ જોવી પડશે. એટલું જ નહીં ખાતાં ધારકો ઓનલાઈન સામાન ખરીદતી વખતે ભીમ એપ કે RuPay કાર્ડથી પણ પેમેન્ટ કરવા માટે અસમર્થ છે.

મહિનામાં 4 ટ્રાન્ઝેક્શન થઈ જવા પર બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવી રહ્યાં છે. એનો મતલબ કે ગ્રાહક 20 દિવસમાં બે વખત પૈસા ઉપાડી શકે અને બે વખત જ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે. ગ્રાહકે પોતાના પૈસાનો ઉપાડ કરવા માટે ફરી એક મહિનો સુધી રાહ જોવી પડશે. આશિષ દાસ દ્વારા લખવામાં આવેલ આઈઆઈટી-બોમ્બે ટેક્નિકલ રિપોર્ટમાં BSBDA સાથે આ મુદ્દાને હાઇલાઇટ કરવામાં આવ્યો હતો.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને એક્સિસ બેંક દ્વારા મહિનામાં 4થી વધુ ડેબિટ ટ્રાન્ઝેક્શન આપવામા નથી આવી રહ્યાં, 4 ટ્રાન્ઝેક્શન બાદ આ બેંકો દ્વારા ખાતાંને સ્થિર કરી દેવામાં આવે છે. એચડીએફસી અને સીટી બેંકે જણાવ્યું કે જો ગ્રાહક 4 ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કરી જાય તો તેઓ બેઝિક અકાઉન્ટને રેગ્યુલર અકાઉન્ટમાં તબદીલ કરી દેશે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા અગાઉ પાંચમા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ચાર્જ ન વસૂલી શકે તેમ કહેવામાં આવ્યા બાદ તેમણે વસૂલેલો ચાર્જ રિફન્ડ કરી દીધો હતો. ICICI 4 ટ્રાન્ઝેક્શનથી વધુ ફ્રી ટ્રાન્ઝેક્શન આપી રહી છે. અન્ય બેંકોએ ખુલાસો નથી કર્યો કે 4 ટ્રાન્ઝેક્શન પછી તેઓ કઈ પદ્ધતિ અપનાવશે.

રિપોર્ટમાં આશિષ દાસ જણાવ્યું કે 4 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકો ભીમ એપ અથવા મર્ચન્ટને ત્યાં રૂપે ડેપિટ કાર્ડ દ્વારા ગ્રાહકો પેમેન્ટ નથ કરી શકતા. રિપોર્ટમાં કહેવામા આવ્યું કે બેંક દ્વારા BSBDA અંતર્ગત અનલિમિટેડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન આપવાં જોઈએ અને માત્ર રોકડ ઉપાડ પર જ પ્રતિબંધ લાગુ પડવા જોઈએ. પ્રાસંગિક રીતે શોપિંગ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર બેંકો ફી વસૂલી રહી છે.

આશિષ દાસે કહ્યું કે, “આ મામલે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. ડિજિટલ પેમેન્ટના અવરોધો દૂર કરી કેશ ડિપોઝિટ પર બેંકો દ્વારા ચાર્જ વસૂલવામાં ન આવે તે માટે દબાણ કરવું જોઇએ.” કોઈ બેંકો દ્વારા આવી નીતિ અપનાવવામાં આવે ત્યારે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35એ અંતર્ગત રિઝર્વકોઈ ઑફ ઈન્ડિયાએ તેનું પરિક્ષણ કરી સ્પષ્ટતા આપવી જોઈએ.

(12:52 pm IST)
  • તામિલનાડુના તુતીકોરીન જિલ્લામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકતા લગાવેલ કલમ 144 હટાવાઈ :વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇનના કોપર યુનિટના વિરોધમાં હિંસા થતા વહીવટી તંત્રે 21મીએ કલમ 144 લાગુ કરી હતી :પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. access_time 7:16 am IST

  • પેટ્રોલ-ડીઝલ બાદ દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વધારો :દિલ્હીમાં હવે સીએનજી 1,36 રૂપિયા અને એનસીઆરમાં 1,55 રૂપિયા પ્રતિ કિલો મોંઘુ થયું :ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં કર્યો વધારો ;ભાવ વધારો આજ મધરાતથી લાગુ :સીએનજીનો હવે દિલ્હીમાં ભાવ 41,97 રૂપિયા પ્રતિ કિલો અને નોઈડા,ગાજિયાબાદમાં 48,60 રૂપિયા થશે access_time 11:32 pm IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST