Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ટ્રમ્પ અને કિમ વચ્ચે 12 જૂને મિટિંગની તૈયારી : અમેરિકન અધિકારીઓ ઉત્તર કોરિયા પહોંચ્યા

12મી જૂને જ મિટિંગની શકયતા :વાતચીતના પ્રબંધ માટે તજવીજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે 12 મી જૂને મિટિંગની તૈયારી શરુ થઇ છે ટ્રમ્પે  કહ્યું કે તેમનું અમેરિકન દળ બંને નેતાઓ વચ્ચે થનારી વાતચિતના પ્રબંધ માટે ઉત્તર કોરિયા પહોંચી ગયું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્રમ્પે  ઉત્તર કોરિયાના તાનાશાહ સાથે સિંગાપુરમાં થનારી શિખર વાર્તાને રદ્દ કરવાનું એલાન કર્યું હતું. પોતાના આ નિર્ણય માટે તેમણે ઉત્તર કોરિયાનો 'જબરદસ્ત ગુસ્સો' અને 'ખુલ્લી શત્રુતા'નો હવાલો આપ્યો હતો.જે બાદ કિમ જોંગ તેમના દક્ષિણ કોરિયાઈ સમકક્ષ મૂન જે-ઈન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતમાં અમેરિકા અને કોરિયા વાર્તાને લઈને આશા વ્યક્ત કરવામાં આવી હતી.

   દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે બેઠક માટે અને કોરિયાઈ પ્રાયદ્રીપને પુરી રીતે પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. એએફપીની ખબર અનુસાર મૂને કહ્યું કે, 'કિમ ઉત્તર કોરિયા અને અમેરિકા સફળ શિખર વાર્તાના માધ્મયથી યુદ્ધ અને તનાવની સ્થિતિને સમાપ્ત કરવા માગે છે અને શાંતિ અને સમૃદ્ધિમાં સહયોગ કરવા માગે છે.'

જ્યારે કોરિયાઈ નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ ટ્રમ્પે  પણ પોતાનો નિર્ણય બદલી દિધો અને કહ્યું કે ઉત્તર કોરિયાઈ અધિકારીઓ સાથે સાર્થક વાતચિત બાદ શિખર વાર્તા અત્યારે પણ થઈ શકે છે. તેમને કહ્યું કે, 'હું માત્ર એટલું જ ઈચ્છું છું કે ઉત્તર કોરિયા સાથે શિખર વાર્તાને લઈને અમે ખુબ સારી રીતે કામ કરી રહ્યાં છીએ. એવું લાગે છે કે આ બધુ ખુબ સારી રીતે ચાલી રહ્યું છે.'

   તાજેતરમાં ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા માટે તૈયાર થઈ ગયું હતું અને કેટલાક વિદેશી પત્રકારોની હાજરીમાં તેને ઘોષણા પણ કરી હતી. જેના પર ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો અમે કોરિયાઈ પ્રાયદ્રીપને પરમાણુ મુક્ત કરવામાં સફળ રહીશું, તો આ ઉત્તર કોરિયા માટે એક મોટી વાત હશે.'

(12:09 pm IST)