Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કુમારસ્‍વામીનો વસવસોઃ કોંગ્રેસની ભલમનસાઇના લીધે મુખ્‍યમંત્રી બન્‍યો છું, જનતાના આર્શિવાદથી નહિં

વડાપ્રધાનને મળ્‍યાઃ રાજનીતિમાં કેટલીક મજબુરીઓ હોય છેઃ કોંગ્રેસનો ઋણ સ્‍વિકાર કર્યો

બેંગ્‍લુરૂ તા. ૨૮: ૨૩ મે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની હતી. પરંતુ આજે ૪ દિવસ પણ મુખ્‍યમંત્રી એચડી કુમારસ્‍વામીની અંદર સરકાર અંગે તે આત્‍મવિશ્વાસ જોવા મળી રહયો નથી, જે એક સ્‍વતંત્ર સરકારમાં જોવા મળે છે. આજે કુમારસ્‍વામી વડાપ્રધાનને સાથે મુલાકાત કરવા માટે દિલ્‍હી જઇ રહયા છે. દિલ્‍હીમાં તેઓ મંત્રીમંડળ અંગે કોંગ્રેસ આલા કમાન સાથે પણ મુલાકાત કરશે. દિલ્‍હીની મુલાકાતે રવાના થયા પહેલા કુમારસ્‍વામીએ કહયું કે તેઓની સરકાર એક સ્‍વતંત્ર સરકાર નથી.

પત્રકારો સાથે વાત કરીને કહયું કે કર્ણાટકના મુખ્‍યમંત્રી એ કહયું કે તેઓ મુખ્‍યમંત્રી પદ પર જનાદેશના કારણે નથી તેઓએ કહયું કે, મે રાજયની પ્રજાને સ્‍પષ્‍ટ જનાદેશની અપીલ કરી હતી. પરંતુ હવે હું કોંગ્રેસના કારણે છું અને તેના માટે હું કોંગ્રેસનો આભારી છું, હું અહિયા કર્ણાટકની ૬ કરોડની જનતાના જનાદેશના કારણે નથી.

તેઓએ કહયું કે, કેટલાક લોકો કહિ રહયા છે કે મે કોઇપણ પક્ષ સાથ સહયોગ આપવાની મનાઇ કરી હતી પરંતુ હું તેઓને કહેવા માંગું છુ કે રાજનીતિ ની કેટલીક મજબુરીઓ હોય છે રાજનીતિના તજજ્ઞો કહે છેકે કુમાર સ્‍વામીના ચહેરા પર ગઠબંધનનું દબાણ સ્‍પષ્‍ટ દેખાય છે. તેઓ મુખ્‍યમંત્રી તો બની ગયા પરંતુ રાજયની શીર્ષ સતા મેળવીને પણ ખુશ નથી તેના મનમાં સોૈથી નાના પક્ષ હોવાનો વસવસો છે. સુત્રોના જણાવ્‍યા મુજબ તેઓ તેના જ પક્ષ અને કોંગ્રેસના દબાણના કારણે મંત્રી મંડળ પર પણ કોઇ નિર્ણય કરી શકતા નથી.

 

(11:43 am IST)
  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST

  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST