Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા ૨૪ લાખ જેટલા ઇવીએમની જરૂરીયાત

નવી દિલ્‍હી તા. ૨૮ : વર્ષ ૨૦૧૯માં જો લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવામાં આવે તો ચૂંટણી આયોગને લગભગ ૨૪ લાખ ઈવીએમની જરૂરિયાત પડશે. આ સંખ્‍યા ફક્‍ત સંસદીય ચૂંટણીના ઉપયોગમાં થનારી ઈવીએમની મશીનથી બે ગણી વધુ હશે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાને લઈને વિધિ આયોગ સાથેની એક બેઠક દરમ્‍યાન ચૂંટણી અધિકારીઓએ કહ્યુ કે ૧૨ લાખ વધારે ઈવીએમ ખરીદવા માટે તેમને લગભગ ૪૫૦૦ કરોડ રૂપિયા જોઈએ.તેની સાથે જ ૧૨ લાખ વીવીપેએટી મશીનોની જરૂરિયાત પણ હશે.

બેઠકમાં હાજર સુત્રોએ જણાવ્‍યુ કે આ અનુમાન આપણી પાસે હાજરમાં રહેલા ઈવીએમની કિંમતના આધાર પર લગાવવામાં આવ્‍યા છે. જો સાથે ચૂંટણી થાય છે ત્‍યારે અલગ-અલગ કેબિનમાં ઈવીએમ અને વીવીપીએટીના બે સેટ મશીન રાખવા પડશે. અધિકારીઓએ કહ્યુ કે હમણા દરેક મતદાન કેન્‍દ્રો પર પાંચ મતદાન કર્મચારી હાજર હોય છે,

ચૂંટણી આયોગનું માનવું છે કે એક સાથે ચૂંટણી કરાવવા માટે પ્રતિમતદાન કેન્‍દ્રો પર સાત કર્મિઓની જરૂરીયાત પડશે. સુત્રોએ કહ્યુ કે જો ૨૦૨૪માં ચૂંટણી એક વાર ફરિથી એકસાથે કરાવીએ તો ચૂંટણી આયોગને કેટલીક જુની ઈવીએમ મશીનો બદલવા માટે ૧૭૦૦ કરોડ રૂપિયા જરૂર પડશે.

(10:56 am IST)