Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુધ્ધ જહાજ પહોંચ્યા : વૈશ્વિક તનાવ વધવાની શકયતા

વોશિંગ્ટન તા. ૨૮ : અમેરિકાના બે યુદ્ઘ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળતા વૈશ્વિક તણાવ વધવાની શકયતા જોવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શકયતા છે.

ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ઘ જહાજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્ત્।ર કોરિયા મામલે ચીનના સહયોગની માંગણી કરી રહ્યું છે, તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારૂ કામ કરી શકે છે.(૨૧.૭)

 

(10:55 am IST)
  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • પેટ્રોલ-ડીઝલ બાદ દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવમાં વધારો :દિલ્હીમાં હવે સીએનજી 1,36 રૂપિયા અને એનસીઆરમાં 1,55 રૂપિયા પ્રતિ કિલો મોંઘુ થયું :ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં કર્યો વધારો ;ભાવ વધારો આજ મધરાતથી લાગુ :સીએનજીનો હવે દિલ્હીમાં ભાવ 41,97 રૂપિયા પ્રતિ કિલો અને નોઈડા,ગાજિયાબાદમાં 48,60 રૂપિયા થશે access_time 11:32 pm IST

  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST