Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કેરળના ૪ જીલ્લા ઝપેટમાં: મૃત્‍યુઆંક ૧૪ થયો

‘નિપાહ' વાયરસે વધુ એક જીવ લીધોઃ એક વ્‍યકિતમાંથી બીજા વ્‍યકિતમાં ફેલાતો હોવાના મળ્‍યા પુરાવા

નવી દિલ્‍હી તા ૨૮ : નિપાહ વાયરસથી રવિાવરે વધુ એક દર્દીના મોત બાદ કેરળમાં આ બીમારીથી મૃત્‍યુ પામનાર લોકોની સંખ્‍યા ૧૪ થઇ છે. ઉલ્લેખનીય છે કે  નિપાહ વાયરસ જાનવરોથી વ્‍યકિતમાં ફેલાય છે જયારે એક વ્‍યકિતમાંથી બીજા વ્‍યકિતમાં ફેલાતો હોવાના પુરાવા મળ્‍યા છે.

ઁસોૈથી પહેલા આ વાયરસ મલેશિયાના સુઅર પાલકોમાં જોવા મળ્‍યો હતો ત્‍યારબાદ તે સિલીગુડી, પヘમિ બંગાળમાં ૨૦૦૧હવે આ વાયરસ કેરળના ચાર જીલ્લા કોઝીકોડ, મલ્લપુરમ, કઉનુર અને વાયનાડમાં જોવા મળ્‍યો છે.નિપાહ વાયરસ સંકૃમિત સુવરો, ચામાચીડીયાઝ લાર મુત્ર કે મળ દ્વારા ફેલાય છે. તે એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં શ્વાસ દ્વારા ફેલાય છે.ોક્ષણો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરીરમાં દુઃખાવો, કફ વગેરેની સમસ્‍યા થાય છે.

નિપાહ વાયરસના લક્ષણો મગજમાં તાવ ચડે એૃ પ્રમાણેના જ છે બીમાીરીની શરૂઆત શ્વાસ લેવામાં તકલીફ, ચાક્કર આવવા, ભારે માથાનો દુઃખાવો અને ત્‍યારબાદ તાવથી થાય છે ત્‍યારબાદ તાવ મગજમાં ચડી જાય છે અને દર્દીનું મોત નિપજે છે.

 

(10:24 am IST)