Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

રિયલ મેડ્રિડે લિવરપૂલને પરાજય આપીને ચેમ્પિયન લીગ જીતીને હેટ્રિક લગાવી

સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે ઈંગ્લિશ ક્લબ લિવરપૂલને 3-1થી પરાજય આપીને ત્રીજી વખત "ચેમ્પિયન્સ લીગ ખિતાબ" જીતી લીધી છે ચેમ્પિયન લીગના ઈતિહાસમાં રિયલનો રેકોર્ડ 13મો અને પાંચ વર્ષમાં ચોથો યૂરોપીય કપ ખિતાબ છે. ખિતાબ જીતવાની બાબતમાં ઈટાલીની ક્લબ એસી મિલાન બીજા નંબર પર છે. તેને સાત વખત ખિતાબ પોતાના નામે કર્યો છે.

11 વર્ષ બાદ ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં પહોંચેલ લિવરપૂલ માટે ગોલકિપર લોરિસ કોરિયોસનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. જોકે, પાંચ વખતની વિજેતા ટીમે મેચની આક્રમક શરૂઆત કરી અને પહેલી મીનિટથી રિયલની ડિફેન્સ પર દબાવ બનાવ્યું.

રિયલ મેડ્રિડ માટે બીજા હાફની શરૂઆત શાનદાર રહી અને 51મી મીનિટે લોરિસ કારિયોસે બોલ ફેકવામાં ભૂલ કરી અને જેનો લાભ ઉઠાવીને બેંજેમાએ પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.

જોકે, સોડિયો માનેએ આની ચાર મીનિટ પછી હેડરથી ગોલ ફટકારીને લિવરપૂલને 1-1ની બરાબરી અપાવી દીધી.

સ્પેનિશ ક્લબના કોચ જિનેદિન જિદાન 61મી મીનિટે ઈસ્કોની જગ્યાએ વેલ્શના ગૈરેથ બેલને મેદાન પર લાવ્યા અને તેની ત્રણ મીનિટ પઠી બોક્સના અંદરથી શાનદાર બાઈસાઈકલ કિકથી ગોલ કરીને રિયલને 2-1થી આગળ કરી દીધી.

ત્યાર બાદ રિયલે મેચમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો અને બેલે 83મી મીનિટે 30 ગજની દૂરીથી શાનદાર ગોલ ફટકારીને પોતાની ટીમને ખિતાબ સુધી પહોંચાડી દીધી.

કોચ જિદાન ચેમ્પિયન્સ લીગમાં સતત ત્રણ સત્રમાં ખિતાબ અપાવનાર પહેલા કોચ બની ગયા. તેમને જાન્યુઆરી 2016માં ટીમના માર્ગદર્શનની જવાબદારી સંભાળી હતી.

(9:49 am IST)