Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

2019 લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પક્ષો કિંગમેકર સાબિત થશે

ભાજપને હરાવવા તમામ પ્રાદેશિક પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી પડશે : ચંદ્રાબાબુ નાયડુ

વિજયવાડા :આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક-પ્રાદેશિક પક્ષો કિંગમેકર પુરવાર થશે તેમ આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ પ્રાદેશિક પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી પડશે.

  વિજયવાડામાં ટીડીપીના એક કાર્યક્રમમાં ચંદ્રબાબુએ કહ્યુ કે 'આવનારા 2019 લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પક્ષો કિંગમેકર સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પોતાના વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ રીતે ફેલ થયા છે. મને વિશ્વાસ છે કે ભાજપ પાછી સત્તામાં નહી આવી શકે.'

(12:00 am IST)