Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવા 24 લાખ જેટલા ઇવીએમની જરૂરિયાત

સંસદીય ચૂંટણીના ઉપયોગમાં લેવાનારા ઈવીએમની મશીનથી બે ગણા વધુ ઇવીએમની જરૂર પડે : ચૂંટણી પંચ

નવી દિલ્હી :વર્ષ  2019માં જો લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવામાં આવે તો ચૂંટણી આયોગને લગભગ 24 લાખ ઈવીએમની જરૂરિયાત પડશે આ સંખ્યા ફક્ત સંસદીય ચૂંટણીના ઉપયોગમાં થનારી ઈવીએમની મશીનથી બે ગણી વધુ હશે.લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાને લઈને વિધિ આયોગ સાથેની એક બેઠક દરમ્યાન ચૂંટણી અધિકારીઓએ કહ્યુ કે 12 લાખ વધારે ઈવીએમ ખરીદવા માટે તેમને લગભગ 4500 કરોડ રૂપિયા જોઈએ.તેની સાથે જ 12 લાખ વીવીપેએટી મશીનોની જરૂરિયાત પણ હશે.

  બેઠકમાં હાજર સુત્રોએ જણાવ્યુ કે આ અનુમાન આપણી પાસે હાજરમાં રહેલા ઈવીએમની કિંમતના આધાર પર લગાવવામાં આવ્યા છે. જો સાથે ચૂંટણી થાય છે ત્યારે અલગ-અલગ કેબિનમાં ઈવીએમ અને વીવીપીએટીના બે સેટ મશીન રાખવા પડશે. અધિકારીઓએ કહ્યુ કે હમણા દરેક મતદાન કેન્દ્રો પર પાંચ મતદાન કર્મિ હાજર હોય છે,

  ચૂંટણી આયોગનું માનવું છે કે એક સાથે ચૂંટણી કરાવવા માટે પ્રતિમતદાન કેન્દ્રો પર સાત કર્મિઓની જરૂરીયાત પડશે. સુત્રોએ કહ્યુ કે જો 2024માં ચૂંટણી એક વાર ફરિથી એકસાથે કરાવીએ તો ચૂંટણી આયોગને કેટલીક જુની ઈવીએમ મશીનો બદલવા માટે 1700 કરોડ રૂપિયા જરૂર પડશે

(12:00 am IST)
  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST