Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મહારાષ્ટ્રમાં પહેલી જૂનથી ખેડૂત આંદોલન :10મી જૂને ભારત બંધ

ખેડૂત ક્રાંતિ જન આંદોલનનો સરકાર સામે મોરચો :રાજકીય નેતા સમર્થન નહિ ગામમાં પ્રવેશબંધી

મુંબઈ :મહારાષ્ટ્રમા ફરીવાર ખેડૂતોએ રણશિંગુ ફુક્યું છે  ખેડુતોએ પોતાની સમસ્યાઓના નિવારણ માટે પહેલી જૂનથી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.

 ખેડુત ક્રાંતિ જન આંદોલનની સભ્ય કુસુમ સાવંતે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ ખેડુતોની સમસ્યાઓને લઈને ગંભીર નથી, જેના કારણે સમગ્ર રાજ્યના ખેડુતો એક જૂનથી 10 જૂન સુધી આંદોલન કરશે તેમજ 10 જુનના રોજ 'ભારત બંધ' કરવમાં આવશે

  તેમણે કહ્યુ કે જે પણ રાજનીતિક દળના નેતા આંદોલનનું સમર્થન નહીં કરે, તેમને 10 દિવસ સુધી ગામમાં પગ મુકવા દેવામાં નહીં આવે. આ આંદોલનમાં કોઈ પણ રાજનીતિક પાર્ટીના કાર્યકર્તાઓનું સમર્થન લેવામાં આવશે નહીં. તેમણે એ પણ સાફ કરી દિધુ કે આંદોલનના સમય સુધી ગામમાં કોઈ રાજનીતિક પાર્ટીના વ્યક્તિઓને પ્રવેશ કરવાની અનુમતી આપવામાં નહીં આવે.

   ખેડુતોની મુખ્ય માંગોમાં કૃષિ શોધકર્તાઓની મદદથી વસ્તુઓની આયાત-નિર્યાતની નિતિઓ નિર્ધારિત કરવા અને જૈવિક ખેતી માટે ખેડુતોને પ્રતિ વર્ષ 8,000 રૂપિયા પ્રતિ એકરના હિસાબે આપવા તેમજ અધિકતમ સમર્થન મૂલ્ય ઘોષિત કરવા જેવી માંગોનો સમાવેશ થાય છે.

(8:46 am IST)