Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પીએનબી ફ્રોડ કેસમાં નિરવ મોદીની મિલકત કબજે થશે

ઇડી દ્વારા ખાસ અદાલતમાં અરજી કરાશે : ફરાર અપરાધીઓ પર સકંજો મજબૂત કરવા ઇડી તૈયાર

નવીદિલ્હી,તા. ૨૭ : ડિઝાઈનર ડાયમંડ જ્વેલર નિરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા માટેની પરવાનગીની માંગ કરીને ઇડી દ્વારા મુંબઈમાં ખાસ અદાલતમાં ટૂંકમાં જ અરજી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. નિરવ મોદી હાલમાં ફરાર છે. પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને તે ફરાર થઇ ગયો છે. દેશમાં નવા કાયદા ઘડી કાઢવા કેન્દ્ર સરકાર દ્વારા એજન્સીને વધુ સત્તા આપવામાં આવ્યા બાદ હવે નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાની દિશામાં પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. નિરવ મોદી હાલમાં ફરાર છે. આવી સ્થિતિમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગયા સપ્તાહમાં મુંબઈમાં ખાસ અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ૨૪મી મેના દિવસે ઇડીએ તેની પ્રથમ ચાર્જશીટ રજૂ કરી હતી. નિરવ મોદી અને તેમના સાથીઓને આવરી લેતા બે અબજ ડોલરના પીએનબી છેતરપિંડી કૌભાંડના સંદર્ભમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં ૨૪ આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીએમએલએની કલમ ૪૫ હેઠળ આ ચાર્જશીટ દાખલ કરાઈ હતી જેમાં નિરવ મોદી, તેમના પિતા, ભાઈ મિશાળ મોદી, બહેન પૂર્વી મોદી, બ્રધર ઇન લો મયંક મહેતા અને ડિઝાઈન જ્વેલર્સ કંપની એમએસ સોલા એક્સ્પોર્ટ, સ્ટેલર ડાયમંડ અને ડાયમંડ આરયુનો સમાવેશ થાય છે. આવતીકાલે ૧૨૦૦૦ પાનાની ચાર્જશીટની કોર્ટ નોંધ લે તેવી શક્યતા છે. ફરાર અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવાના સંદર્ભમાં મંજુરી માંગવામાં આવે તેવી શક્યતાદેખાઈ રહી છે. નિરવ મોદી પર સકંજો વધુ મજબૂત કરાઈ રહ્યો છે.

(8:44 am IST)