Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સોમવારે ત્રણ રાજ્યોની 4 લોકસભા અને 10 વિધાનસભાની પ પેટા ચૂંટણી માટે મતદાન

સોમવારે ત્રણ રાજ્યોની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થશે. જે માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. દેશના 3 રાજ્યોની કુલ 4 લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર યોજાઇ રહેલી પેટાચૂંટણી પરથી જનતાનો મૂડ ભાજપની તરફ છે કે પછી કોંગ્રેસ સહિત વિપક્ષની તરફ તે જાણી શકાશે. ભાજપ -કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે

(12:00 am IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST

  • તાપમાનનો પારો સતત ઉંચો : બફારો વધ્યો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત access_time 4:01 pm IST