Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

IPLનાં ફાઈનલ પહેલા ધોનીની લાડલી ઝિવાએ કરી ‘સિંહ’ની સવારી : સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

મુંબઈ : હાલમાં ઝિવા ધોનીનો વીડિયો સોશિયલ મીડયા પર ખૂબ પસંદ કરાઈ રહ્યો છે. ચેન્નઈના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવા રમકડાના સિંહની સવારી કરી રહી છે.

આ દરમિયાન તે સિંહને બાઈકની જેમ દોડાવવાનો પ્રયાસ કરી રહી છે. CSKએ લખ્યું કે, ઝિવા આવી રીતે સિંહોને (ટીમને) સમર્થન કરી રહી છે. ઝિવા પોતાની માતા સાક્ષી સાથે ચેન્નઈ સુપર કિંગ્સના દરેક મુકાબલાને જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લી લીગ મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, પુણેમાં રમ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની થોડો ભાવુક થઈ ગયો હતો. આથી તેણે પુણેમાં સીએસકેને સપોર્ટ કરવા આવેલા લોકોનો આભાર માનતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોની ખાસ વાત એ છે કે તેમાં ધોની સાથે દીકરી ઝિવા પણ છે.

 

(12:08 am IST)