Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

તીવ્ર ગરમી વચ્ચે મોદીનો રોડ શો : લોકો મોટી સંખ્યામાં રહ્યા

માર્ગની બંને બાજુએ મોદીના નારાઓ લાગ્યા : મોદીનો કાફલો અક્ષરધામ પાસે પહોંચ્યો ત્યારે કેટલાક લોકો દ્વારા ફુલની વર્ષા : લોકો ઝલક મેળવવા પહોંચ્યા

બાગપત,તા. ૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ ખંડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન આ રોડ ઉપર આશરે છ કિલોમીટર સુધી મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ૪૩ ડિગ્રી તાપમાન હોવા છતાં મોદીની એક ઝલક મેળવવા માટે માર્ગની બંને બાજુએ લોકો ઉમટી પડ્યા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મોદીએ પણ તમામ ઉપસ્થિત લોકોનો આભાર ઝિલ્યો હતો. મોદી ખુલ્લી ગાડીમાં રોડ શો માટે નિકળ્યા હતા. મોદીની સાથે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ રહ્યા હતા. તીવ્ર ગરમી હોવા છતાં લોકોએ આની ચિંતા કરી ન હતી. માર્ગના બાજુએ ઉભેલા લોકોને સુરક્ષાના કારણોસર પીવાના પાણી લાવવાની પણ મંજુરી મળી ન હતી છતાં લોકો ભારે ઉત્સાહ વચ્ચે મોદીના નારા લગાવતા નજરે પડ્યા હતા. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ હિસ્સાનું કામ પૂર્ણ થયું છે. મોદીનો કાફલો અક્ષરધામની પાસે પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ તેમના ઉપર ફુલોની વર્ષા કરી હતી. ત્યારબાદ મોદી સીધીરીતે બાગપત માટે રવાના થઇ ગયા હતા. ઇસ્ટર્ન પેરિફેરલ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૩૫ કિમી લાંબા આ એક્સપ્રેસ વેથી પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને જોડાશે.

(8:10 pm IST)