Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

PM CARES ફંડથી 1 લાખ ઑક્સિજન કંસંટ્રેટરની થશે ખરીદી: વડાપ્રધાન મોદીએ મંજૂરી આપી દીધી

500 નવા પીએસએ ઑક્સિજન પ્લાન્ટને પણ મંજૂરી: અગાઉ પીએમ કેયર્સ ફંડ અંતર્ગત 713 પીએસએ પ્લાન્ટ્સને મંજૂરી આપી હતી

નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લેતા પીએમ કેયર્સ ફંડમાંથી 1 લાખ પોર્ટેબલ ઑક્સિજન કંસંટ્રેટર ખરીદવાને મંજૂરી આપી દીધી છે. PM મોદીએ આદેશ આપ્યો છે કે, આ ઑક્સિજન કંસંટ્રેટરને જેમ બને તેમ જલ્દી ખરીદી લેવામાં આવવા જોઈએ અને વધારે માંગ ધરાવતા રાજ્યો સુધી પહોંચાડવા જોઈએ.આ ઉપરાંત પીએમ કેયર્સ ફંડ અંતર્ગત 500 નવા પીએસએ ઑક્સિજન પ્લાન્ટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ પણ પીએમ કેયર્સ ફંડ અંતર્ગત 713 પીએસએ પ્લાન્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી

 

 અગાઉ મંગળવારે પણ વડાપ્રધાન મોદીએ એક હાઈલેવલ બેઠક કરી હતી. જેમાં તેમણે દેશમાં હાલના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વડાપ્રદાન મોદીએ અધિકારીઓ સાથે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વિક્સિત કરવાની તાકીદ કરી છે

 પીએમ  મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, પીએસએ ઑક્સિજન પ્લાન્ટને જેમ બને તેમ જલ્દી શરૂ કરવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે. જ્યારે અધિકારીઓએ વડાપ્રધાનને એ બાબતથી વાકેફ કર્યાં કે, તેઓ રાજ્યને પીએસએ ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. વડાપ્રધાને ભાર પૂર્વક જણાવ્યું કે, કોવિડ મેનેજમેન્ટ સંદર્ભે ખાસ રણનીતિઓ યોગ્ય રીતે લાગૂ કરવાની આવશ્યક્તા છે

(9:12 pm IST)