Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

18થી વધુની વયજૂથના વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ થતાં જબરો ધસારો :‘કોવિન એપ’નું સર્વર ઠપ્પ

ક્યાંક એરરનો મેસેજ આવી રહ્યો છે અથવા તો તેમને ફોન પર OTP નથી આવતો

નવી દિલ્હી: કોવિડ વૅક્સિનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કાની શરૂઆત 1 મેથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન 18 વર્ષથી વધુ વયના લોકો કોરોના વિરોધી રસી લઈ શકે છે. એવામાં વૅક્સિન માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. કોવિડ વૅક્સિન મૂકાવા માટે બુધવારે કોવિન એપ (Co-WIN Vaccinator App ) પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પરંતુ રજિસ્ટ્રેશન શરૂ થતાં જ એપનું સર્વર ઠપ્પ થઈ ગયું છે.

 વૅક્સિન માટે રજિસ્ટ્રેશનના ઑપનિંગને લઈને આરોગ્ય સેતુ એપના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં આ કેહવામાં આવ્યું હતું કે, 18થી વધુ વયના લોકો હવે (Co-WIN Vaccinator App ) https://cowin.gov.in, આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ પર સાંજે 4 વાગ્યા બાદ રજિસ્ટર કરાવી શકે છે. 1 મે સુધી જેટલા સેન્ટર તૈયાર છે, તેના આધારે રાજ્ય સરકારોના સેન્ટરને ખાનગી સેન્ટર પર એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. જો કે એક વખત ફરીથી (Co-WIN Vaccinator App ) વેબસાઈટનું સર્વર ડાઉન જોવા મળી રહ્યું છે અને કોઈ પણ રજિસ્ટ્રેશન નથી કરાવી શકતું.

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ 4 વાગવા સાથે જ પોતાના રજિસ્ટ્રેશન માટે તૈયારી કરી લીધી હતી, પરંતુ હવે અનેક યુઝર્સ એવા છે, જેમને ક્યાંક એરરનો મેસેજ આવી રહ્યો છે અથવા તો તેમને ફોન પર OTP નથી આવી રહ્યો. અનેક યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે, તેઓ કોઈ પણ વેબસાઈટપર જઈને પોતાનું નામ રજિસ્ટર નથી કરાવી શકતા, જ્યારે અનેક તો એવું કહી રહ્યાં છે કે, મે મહિનાનો પૂરો સ્લોટ ભરાઈ ચૂક્યો છે

 

કોવિડ-19 વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની રીત
ત્રીજા તબક્કાની પ્રક્રિયા શરૂ થયા બાદ યુઝર્સ CoWin પોર્ટલ અને આરોગ્ય સેતુ એપની મદદથી ખુદ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

→ CoWin પોર્ટલ પર કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
સૌ પ્રથમ તમારે CoWinની વેબસાઈટ https://www.cowin.gov.in/home પર જવાનું રહેશે. જ્યાં તમારે Register/Sign in Yourself પર ક્લિક કરવાનું રહેશે
અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને Get OTP પર ક્લિક કરશો એટલે તમામ ફોનમાં એક ઓટીપી આવેશે. જેને એન્ટર કરીને તમારે વેરીફાય પર ક્લિક કરવું પડશે.

વૅક્સિનેશન રજિસ્ટ્રેશન માટે યુઝર્સે પોતાની તમામ વિગતો (જેમ કે ફોટો આઈડી પ્રૂફ, નામ, જાતિ, જન્મતારીખ વગેરે) ભરવાની રહેશે. જે બાદ રજિસ્ટર બટન પર ક્લિક કરવાથી તમારે એક એપોઈનમેન્ટ શિડ્યૂલ કરવાનું રહેશે. આ માટે શિડ્યૂલ પર ક્લિક કરવું પડશે.

તમારો પિન કોડ નાંખીને સર્ચ પર ક્લિક કરશો એટલે તમારા દર્શાવેલા પિન કોડ પર આવેલા સેન્ટરનું લિસ્ટ આવી જશે. એક તારીખ, નામ અને સેન્ટર સિલેક્ટ કરીને કન્ફોર્મ કરો. અહીં જણાવી દઈએ કે, તમે એક લોગઈનથી 4 લોકોને જોડી શકો છો. આ સાથે જ તમે એપોઈનમેન્ટ રિશિડ્યૂલ પણ કરી શકો છો.

સૌ પ્રથમ તમારે આરોગ્ય સેતુ એપ ઓપન કરવી પડશે. જ્યાં CoWin ટેબ પર ક્લિક કરશો એટલે વૅક્સિનેશન રજિસ્ટ્રેશનનું પેજ આવશે. તેના પર ક્લિક કરીને તમારો ફોન નંબર એન્ટર કરો. જે બાદ મળેલો OTP એન્ટર કરીને વેરિફાઈ પર ક્લિક કરો. આમ કરવાથી તમે રજિસ્ટ્રેશન ઑફ વૅક્સિનેશન પેજ પર પહોંચી જશો. જે બાદ CoWin પોર્ટલમાં ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ ફૉલો કરવાના રહેશે.

(6:19 pm IST)