Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આવતા વર્ષે આવશે કોરોનાની દવા

ફાઇઝર કંપનીના સીઓએ આપ્યા સારા સમાચાર

ન્યુયોર્ક તા. ર૮ : કોરોના સંકટથી લડી રહેલા વિશ્વ માટે એક સારા સમાચાર છે કોરોનાની વેકસીન બનાવી ચુકેલી દવા કંપની ફાઇઝરે જણાવ્યું છે કે તેઓ આવતા વર્ષ સુધીમાં કોરોનાની સારવાર માટે દવા પણ તૈયાર કરી લેશે આ નિવેદન ખુદ કંપનીના સીઇઓ એલ્બર્ટ બોલોએ આપ્યું છે.

એલ્બટેએ જણાવ્યું કે તે ની કંપની હાલમાં બે એન્ટીવાયરલ બનવા પર કામ કરી એક ઓરલ અને બીજી રસી તરીકે આપનારી છે. વેકસીનથી વધુ મહત્વપૂર્ણ દવા છે કારણ કે તેના અનેક ફાયદા છે.તેમાંથી એક ફાયદોએ છે કે  સારવાર માટે હોસ્પિટલ જવું પડશે નહી ઘરેજ દવા ખાઇ શકશે.

તેઓએ વધુમાં ઉમેર્યું જો બધુ યોગ્ય રીતે રહેશે તો આ દવાને આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ કરાવાશે વધુમાં ઉમેર્યુ કે એન્ટીવાયરલ દવા કોરોનાના અલગ-અલગ વેરિએન્ટસ પર પણ અસરદાર હશે.

ઉલ્લેખનીય છે કે હજુ સુધી કોરોનાની સારવારમાં ફકત એક જ એન્ટીવાયરલ દવાને મંજુરી મળી છે તે રેમડેસિવિર હાલમાં અમેરિકામાં જે બે ટીકાને ઇમરજન્સી ઉપયોગની મંજુરી  મળી છે. તેમાંથી એક ફાઇઝર પણ છે.

(4:22 pm IST)