Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોવેકસીન રસી ૬૧૭ કોરોના વેરિએન્ટનો ખાતમો કરવામાં સક્ષમ

અમેરિકામાં વાયરસના સૌથી મોટા એકસપર્ટ અને અમેરિકી રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઈઝરે આપ્યું નિવેદન

નવી દિલ્હી, તા.૨૮: કોરોના રસી લેવાથી તમે જો ખચકાઈ રહ્યા હોવ તો આ ખબર ખાસ તમારા માટે છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આજથી કોરોના રસી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. તમારે કેમ રસી લેવી જોઈએ તેના માટે આ અહેવાલ સંપૂર્ણ વાંચવો ખાસ જરૂરી છે. અમેરિકામાં વાયરસના સૌથી મોટા એકસપર્ટ અને અમેરિકી રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઈઝરની વાતો બધાએ ધ્યાનથી સમજવી જરૂર છે. Dr Anthony Fauci ના જણાવ્યાં મુજબ ભારતમાં બનેલી કોરોના રસી કોવેકિસન ૬૧૭ પ્રકારના વેરિએન્ટ્સ એટલે કે સ્વરૂપને ખતમ કરવા માટે અકિસર છે. એટલું જ નહીં ભારતમાં કરાયેલા સ્ટડીએ એ વાત ઉપર પણ મહોર લગાવી છે કે કોવિશીલ્ડ અને કોવેકિસન કોરોના પર કઈ હદે અસરકારક છે.

એક કોન્ફરન્સિંગ કોલમાં સવાલના જવાબ આપતા Dr Anthony Fauci એ જણાવ્યું કે ભારતમાં કોવેર્સિન મૂકાવી રહેલા લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં આ રસી કોરોનાના ૬૧૭ વેરિએન્ટ્સ પર કારગર નીવડી છે. ભારત હાલ જે મુશ્કેલ ઘડીમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં રસી એક ખુબ જ કારગર એન્ટીડોટ (મારક હથિયાર) તરીકે કામ કરી શકે છે.

ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનમાં હાલ કોવિશીલ્ડ અને કોવેકિસન રસી કોરોના વાયરસના૨ 'ભારતીય સ્વરૂપ' વિરુદ્ઘ પ્રભાવી છે અને રસીકરણ બાદ સંક્રમણની સ્થિતિમાં હળવા લક્ષમો સામે આવે છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) હેઠળ આવતી જીનોમિકસ અને એકીકૃત જીવવિજ્ઞાન સંસ્થાન (IGIB) ના ડાઈરેકટર અનુરાગ અગ્રવાલે એક રિસર્ચના પ્રારંભિક પરિણામોના હવાલે આ જાણકારી આપી છે.

જેમાં કહેવાયું છે કે sars cov 2 Þë B.1.617 સ્વરૂપ પર રસીના પ્રભાવના આકલનથી ખબર પડે છે કે રસીકરણ બાદ સંક્રમણ થવા પર બીમારીના હળવા લક્ષણ જોવા મળે છે. કોરોના વાયરસના B.1.617 સ્વરૂપને ભારતીય સ્વરૂપ કે ડબલ મ્યૂટેન્ટ વાયરસ પણ કહે છે. અભ્યાસમાં વાયરસના આ સ્વરૂપ પર ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહેલી બંને રસી પ્રભાવી હોવાની વાત સામે આવી છે.

(4:21 pm IST)