Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોના લોકડાઉનના કારણે હાઉસ હોલ્ડ સેવીંગ્સમાં ઉછાળો

ર૦૧૯ ની સરખામણીમાં ગયા વર્ષે વધી બચત

નવી દિલ્હી તા. ર૮ :.. કોરોનાના કારણે ગયા વર્ષે થયેલા લોકડાઉનના લીધે લોકો ઘણા સમય સુધી ઘરોમાં જ બંધ રહયા જેના લીધે હાઉસ હોલ્ડ સેવીંગ્સના ઉછાળો આવ્યો. ર૦૧૯ માં હાઉસ હોલ્ડ સેવીંગ્સ જીડીપીના ૧૯.૮ ટકા હતું જે ર૦ર૦ માં વધીને રર.પ ટકા થઇ ગયું. જો કે એપ્રિલ-જૂન દરમ્યાન જયારે દેશભરમાં કડક લોકડાઉન હતુ ત્યારે હાઉસ હોલ્ડનું ફીઝીકલ સેવીંગ જીડીપીના પ.૮ ટકાએ પહોંચી ગયું હતું. કોરોના પહેલાની સરખામણીએ તે લગભગ અર્ધુ હતું. આ ખુલાસો બ્રોકરેઝ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સીયલ સર્વીસીઝ દ્વારા જાહેર થયેલા એક રીપોર્ટમાં થયો છે. ગયા વર્ષે ર૦ર૦ ના ડીસેમ્બર ત્રિમાસીક સુધી તેમાં રીકવરી ચાલુ રહી અને તે જીડીપીના ૧૩.૭ ટકા સુધી પહોંચી ગયું જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધારે છે.

ગયા વર્ષે ર૦ર૦ માં સપ્ટેમ્બર ત્રિમાસીકની સરખામણીમાં લોકોએ પોતાની બચત કરન્સી અને રોકાણ રૂપે વધારી પણ પેન્શન અને નાની બચતમાં કરાતા સેવીંગ્સમાં ઘટાડો થયો.

અવજવર પર પ્રતિબંધોના લીધે ગયા વર્ષે દુનિયાભરમાં હાઉસ હોલ્ડ સેવીંગ્સ વધ્યું હતું. ર૦૧૯ ની સરખામણીમાં તે બહુ ઓછું હતું. જાપાનમાં એ સમયગાળામાં હાઉસ હોલ્ડ સેવીંગ્સ પ.૪ ગણુ વધ્યું હતું.

(11:23 am IST)