Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

માતાના મૃત્‍યુ બાદ એમ્‍બ્‍યુલન્‍સની રાહ જોતો રહ્યો પુત્ર : મદદ ન મળી તો બાઇક પર મૃતદેહ લઇ પહોંચ્‍યો સ્‍મશાન ઘાટ

દેશમાં કોરોનાને કારણે સ્‍થિતિ ભયાનક બની જાય છે. બેડ - દવા - ઓકસીજન - ઇન્‍જેકશનની સાથે એમ્‍બ્‍યુલન્‍સની પણ અછત જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી એક અરેરાટીભર્યા સમાચાર આવી રહ્યા છે. એમ્‍બ્‍યુલન્‍સ ન મળવાને કારણે એક મહિલાનું શબ પરિવારજનોને બાઇક પર સ્‍મશાનગૃહ લઇ જવું પડયું હતું. જેનો વિડીયો વાયરલ થયો છે. ૫૦ વર્ષની મૃતક રીપોર્ટ આવે તે પહેલા મૃત્‍યુ પામી બાદમાં એમ્‍બ્‍યુલન્‍સ નહિ મળતા પુત્ર અને જમાઇ તેણીનો મૃતદેહ બાઇક પર લઇ ગયા હતા. આ ઘટનાએ ભારે અરેરાટી જગાવી છે.

 

(10:57 am IST)