Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

૨૪ કલાકમાં ૩૨૮૫ લોકોના મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૬૨,૭૮૭ કેસ : કુલ મૃત્‍યુ ૨,૦૧,૧૬૫

નવી દિલ્‍હી તા. ૨૮ : દેશમાં કોરોના મહામારી માટે સતત પાંચમાં  દિવસે રાહતના સમાચાર જોવા મળ્‍યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે, ફરી એક વખત વધુ  ૨.૬૨ લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્‍ત થયા છે.આજ સુધી વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્‍યું નથી.જયારે પાંચ દિવસમાં  આઠ લાખ કરતા વધારે લોકો કોરોના મુક્‍ત થયા છે. દેશમાં ૩,૬૨,૭૮૭ લાખ નવાકેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાના કેસને લઈને રાહતનું વધુ એક ઇનપુટ પ્રાપ્ત થઈ રહ્યું છે. ૨૪ કલાકમાં ૨.૪૫.લાખ લોકોએ કોરોનાને માત આપી છે અને કોરોના મુક્‍ત બન્‍યા છે. જે અત્‍યાર સુધીનો સૌથી મોટો રિકવરી રેટ નોંધવામાં આવ્‍યો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૩.૬૨ લાખ નવા કેસ નોંધવામાં આવ્‍યા છે. નવા કેસ અત્‍યાર સુધીની સર્વોચ્‍ચ સપાટીએ એક્‍ટિવ કેસ પહોંચ્‍યા છે. હવે એક્‍ટિવ કેસનો આંકડો ૨૯.૭૨ લાખને પાર પહોંચ્‍યો છે. તેની દિવસે ૩૨૮૫થી લોકોના મોત નિપજયા છે. કુલ મૃત્‍યુઆંક ૨,૦૧,૧૬૫ થયો છે.

મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબમહારાષ્ટ્રમાં સર્વાધિક ૬૬,૩૫૬ નવા કેસ નોંધવામાં આવ્‍યા છે.અન્‍ય રાજયોના આંકડા પર નજર કરીએ તો નવા કેસનો આંકડો  ઉત્તરપ્રદેશમાં ૨૪ કલાકમાં ૩૨,૯૨૧, દિલ્‍હીમાં ૨૪,૧૪૮- કોરોનાગ્રસ્‍તની સંખ્‍યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. કર્ણાટકમાં ૩૧,૮૩૦, છત્તીસગઢમાં ૧૪,૮૯૩, મધ્‍યપ્રદેશમાં ૧૩,૪૧૭, કેરળમાં ૩૨,૮૧૯, ગુજરાતમાં ૧૪,૩૫૨, તમિળનાડુમાં ૧૫,૮૩૦, બિહારમાં ૧૨,૬૦૪ , જયારે હરિયાણામાં ૧૧,૯૩૧ કેસ નોંધાયા છે. પમિ બંગાળમાં ૧૬,૪૦૩ સહિતના ૧૨ રાજયોમાં રોજકોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

(10:54 am IST)