Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

થાણેની પ્રાઇવેટ હોસ્‍પિટલમાં આગ : ૪ દર્દીના મોત

અચાનક એક હોસ્‍પિટલમાં આગ લાગી ગઇ જેમાં ૪ દર્દીઓના મોત થયા : જ્‍યારે અનેક ઘાયલ થયા છે

થાણા,તા. ૨૮:  મહારાષ્ટ્રના થાણામાં અચાનક એક હોસ્‍પિટલમાં આગ લાગી ગઈ જેમાં ૪ દર્દીઓના મોત થયા. જયારે અનેક દ્યાયલ થયા છે. અત્રે જણાવવાનું કે આગ મુંબ્રા વિસ્‍તારના કૌસામાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્‍પિટલમાં લાગી છે.

 

થાણા મ્‍યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્‍યાં મુજબ આજે વહેલી સવારે ૩.૪૦ વાગે પ્રાઈમ ક્રિટિકેર હોસ્‍પિટલમાં આગ લાગી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એક રેસ્‍ક્‍યૂ વાહન ઘટનાસ્‍થળે હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. બીજી હોસ્‍પિટલમાં શિફ્‌ટ કરવા દરમિયાન ૪ લોકોના મોત થયા.

અકસ્‍માતની જાણકારી આપતા થાણા પોલીસ અને ફાયરના અધિકારીઓએ કહ્યું કે હોસ્‍પિટલમાંથી ૨૦ દર્દીઓને રેસ્‍ક્‍યૂ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે હોસ્‍પિટલમાં ૬ દર્દી આઈસીયુમાં દાખલ હતા. તેમને પણ રેસ્‍ક્‍યૂ કરી લેવાયા છે. જો કે તેમાંથી કોઈ પણ કોરોના દર્દી નહતા.

આ બાજુ લોકલ વિધાયક અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્‍દ્ર ચવ્‍હાણે કહ્યું કે આગમાં ઝૂલસીને દર્દીઓના મોત થયા. આગના કારણે હોસ્‍પિટલના પહેલા ફ્‌લોરને ખુબ નુકસાન પહોંચ્‍યું છે. તેમણે કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેને અકસ્‍માતની જાણકારી આપી દેવાઈ છે. રાજય સરકાર મૃતકોને ૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૧ લાખ રૂપિયાની આર્થિક મદદ આપશે.

(10:20 am IST)