Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મહારાષ્ટ્રમાં 15 મે સુધી લંબાવાઈ શકે છે મીની લૉકડાઉન: મંત્રીએ આપ્યા સંકેત

કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવારે સરકારને મિની લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવાનું સૂચન આપ્યુ

મુંબઈ :  મહારાષ્ટ્રમાં મિની લૉકડાઉન બાદ પણ કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યમાં સતત વધી રહેલા કેસે ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. તેવામાં રાજ્યમાં મિની લૉકડાઉન લંબાવવામાં આવી શકે છે. મંગળવારે ઠાકરે સરકારના કેબિનેટ મંત્રી વિજય વડેટ્ટીવારે તેના સંકેત આપ્યા છે. તેમણે પ્રદેશ સરકારને મિની લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવાનું સૂચન આપ્યુ છે

(12:00 am IST)