Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પેટ કમિન્સ બાદ બ્રેટ લીએ પણ ઓક્સિજન સપ્લાય માટે 41 લાખ આપ્યા : કહ્યું -- 'ભારત મારૂ બીજુ ઘર'

પ્રોફેશનલ કરિયર અને નિવૃતિ બાદ પણ આ દેશના લોકો સાથે ખુબ પ્રેમ મળ્યો છે.

મુંબઈ : કોરોના વાઈરસ સામે ઝઝુમી રહેલા ભારતની મદદ માટ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સતત આગળ આવી રહ્યા છે. ગઈકાલે કોલકત્તા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ઓક્સિજનની સપ્લાઈ માટે 37 લાખ રૂપિયા દાન કર્યા હતા. હવે પૂર્વ ક્રિકેટર અને હાલમાં કમેન્ટ્રી કરી રહેલા બ્રેટ લી મદદ માટે આગળ આવ્યો છે

તેમને પણ ભારતની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે એક બિટકોઈન આપવાનો વાયદો કર્યો છે. બ્રિટ કોઈન એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. હાલમાં એક બિટકોઈનનું ભારતીય મુલ્ય 41 લાખ રૂપિયાની આસપાસ છે. બ્રેટ લીએ આ મદદ ક્રિપ્ટો રિલિફ હેઠળ કરી છે. તેમને પેટ કમિન્સની મદદ માટે પણ વખાણ કર્યા છે.

ઓસ્ટ્રેલિયા માટે 76 ટેસ્ટ, 221 વન-ડે અને 25 ટી20 મેચ રમનારા બ્રેટ લીએ કહ્યું કે ભારત એક પ્રકારે તેમનું બીજુ ઘર જ છે. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું ભારત હંમેશા તેમના માટે બીજા ઘર જેવું જ છે. પ્રોફેશનલ કરિયર અને નિવૃતિ બાદ પણ આ દેશના લોકો સાથે ખુબ પ્રેમ મળ્યો છે. હાલની મહામારીને જોતા ખુબ દુ:ખ થાય છે.

તેમને આગળ લખ્યું કે હવે સમય એકજૂટ થવા અને એ નક્કી કરવાનો છે કે આપણે જરૂરિયાતના લોકો સુધી મદદ પહોંચાડીએ, હું તમામ ફ્રન્ટલાઈન વર્કર્સનો આભાર માનું છું. જે આ મુશ્કેલ સમયમાં સતત કામ કરી રહ્યા છે. તમામ લોકોને મારૂ નિવેદન છે કે તમે તમારૂ ધ્યાન રાખો, ઘર પર જ રહો, હાથ ધોતા રહો અને જરૂરી થવા પર જ બહાર નિકળો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ અપનાવો.

(9:30 am IST)