Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

યુ.એસ.ની નીમેન માર્કસ કંપનીએ ભગવાન ગણેશના ફોટાવાળા કફલિન બનાવ્યા : હિન્દુઓના પ્રચંડ વિરોધને ધ્યાને લઇ પાછા ખેંચ્યા

વોશિંગટન : યુ.એસ.ની નીમેન માર્કસ કંપનીએ 940 ડોલરની કિંમતના ભગવાન ગણેશના ફોટાવાળા કફલિન બનાવ્યા હતા. જેનો હિંદુઓ દ્વારા પ્રચંડ વિરોધ થતા પાછા ખેંચ્યા હતા.

ભારતીય અમેરિકન હિન્દુ સમુદાયના નેતાઓના વિરોધ બાદ ડલ્લાસના મુખ્ય મથક લક્ઝરી ફેશન રિટેલર નીમેન માર્કસે હિન્દુ દેવતા ગણેશ આકારની કફલિંક્સનપાછા ખેંચી લીધા હતા.

હિન્દુ રાજકારણી તથા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ રાજન ઝેડના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. તથા કંપનીના ઉપરોક્ત ઉત્પાદનને ને કફલિંક્સને અયોગ્ય ગણાવ્યું હતું.

કંપનીએ ઉત્પાદન પાછું ખેંચી લેતા રાજન  ઝેડએ કંપનીનો આભાર માન્યો હતો.જોકે કંપની માફી માંગે તે માટે તેઓ રાહ જોઈ રહ્યા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(9:32 am IST)