Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કેનેડામાં ફરી એક વખત ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ: ભારતીય એલચી કચેરી દ્વારા ત્વરિત આકરા પગલાની માંગ

ટોરોન્ટો: કેનેડાના બર્નાબીમાં યુનિવર્સિટી કેમ્પસમાં મહાત્મા ગાંધીની બીજી પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી છે. વૈનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે વિગતો આપી હતી. આ ગાંધી પ્રતિમા સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના બર્નાબી કેમ્પસમાં પીસ સ્ક્વેરમાં મૂકવામાં આવી હતી.

 

કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરી કહેલ કે કે, અમે યુનિ.ના બર્નાબી કેમ્પસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાના અપમાનની આકરી નિંદા કરીએ છીએ. કેનેડિયન સત્તાવાળાઓ આ મામલાની તાત્કાલિક તપાસ કરી ગુનેગારો સામે આકરા પગલા લ્યે તેવી માગણી કરીએ છીએ.

(10:46 pm IST)