Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામે લડત : વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરી સહયોગની અપીલ: પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર જાહેર

'ભારતના સ્વસ્થ નિર્માણ માટે ઇમરજન્સી ફંડની સ્થાપના

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો સામાનો કરવા માટે લોકો પાસે મદદની અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને ''પીએમ કેયર્સ ફંડ'માં સહયોગ આપવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તમારો સહયોગ સ્વસ્થ ભારતનું નિર્માણ કરશે. પીએમએ પીએમ કેયર્સ ફંડનો એકાઉન્ટ નંબર પણ જાહેર કર્યો. 

પીએમ મોદીએ પોતાના એક ટ્વિટમાં કહ્યું કે ''ભારતના સ્વસ્થ નિર્માણ માટે ઇમરજન્સી ફંડની સ્થાપના કરવામાં આવી છે. તમામ લોકો આ ફંડમાં પોતાનું અંશદાન કરી શકે છે. લોકોને મારી અપીલ છે કે તે પીએમ કેયર્સ ફંડમાં પોતાનો સહયોગ આપે. પીએમ કેયર્સ ફંડ નાનામાં નાના ફંડ અંશદાન સ્વિકાર કરે છે. આ ઇમરજન્સી મેનેજમેન્ટ ક્ષમતાને વધુ મજબૂતી પુરી પાડશે.

પીએમ મોદીએ આગળ લખ્યું ''ભારતને સ્વસ્થ્ય બનાવી રાખવામાં અમે કોઇ કસર છોડીશું નહી.'' આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે તમામ ભાજપ સાંસદ Covid-19 વાયરસની સારવાર માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાની સાંસદ નિધિમાંથી એક કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા કોષમાં આપશે. 

કોરોના વાયરસનો સામનો કરવા માટે અભિનેતા અક્ષય કુમારે 25 કરોડની મદદ સાથે સૌથી આગળ છે. 

અક્ષય કુમારે કહ્યું કે ''આ એવો સમય છે જ્યારે અમે આપણા બધાની જીંદગી સૌથી મહત્વપૂર્ણ છે અને આપણે તેનાથી બચવા માટે તે બધુ કરવું જોઇએ, જે અત્યારની જરૂરિયાત છે. હું 25 કરોડ પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા છે. જીંદગી બચાવો જાન હૈ તો જહાન હૈ.''

(11:23 pm IST)