Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રોકડ પ્રવાહની ખાતરી કરવા બેંકોને જરૂરી સુચના અપાશે

નાણાંમંત્રી નિર્મલા સીતારામને તમામ બેંકો સાથે વાતચીત કરશે : પ્રતિકુળ પરિસ્થિતિમાં તમામ લોકોને તમામ સુવિધા મળે તે જરૂરી : શુક્રવારે ૧૦૫૯૮૮ બેન્કની શાખા ચાલુ હતી

નવી દિલ્હી, તા. ૨૮ : નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે મુશ્કેલ સમયમાં બેન્કોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, તેઓ કેશ ફ્લોને લઈને તમામ બેન્કો સાથે વાતચીત કરશે. કેશ ફ્લોની સુવિધા વધે અને તમામ લોકોને સમયસર પૈસા મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સીતારામને કહ્યું છે કે, તેઓ તમામ રાજ્યો સાથે વાતચીત કરશે અને એવી ખાતરી કરશે કે રોકડ પ્રવાહની સ્થિતિ સાનુકુળ રીતે ચાલે. કોઈ પણ રીતે રોકડ પ્રવાહ અટકે નહીં, બેન્ક, બેન્કરો, દુકાનદારો અથવા બેન્ક મિત્રમાં રોકડ પ્રવાહની કોઈ અડચણ હોવા જોઈએ નહીં.

          દેશભરમાં બેન્ક મિત્ર સર્વિસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. બેન્કિંગ ક્ષેત્રના લોકો ખુબ ઉલ્લેખનીય રીતે કામગીરી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, સરકારે આ સપ્તાહની શરૂઆતમાં જ શ્રેણીબદ્ધ પગલાઓ જાહેર કર્યા છે. જેમાં ગરીબ, મોટીવયના લોકો, વિકલાંગ લોકોને રોકડ સીધી રીતે બેંકમાં જમા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે  લોકોને જે હાડમારીનો સામનો કરવાની ફરજ પડી રહી છે તેને ઓછી કરવા માટે પગલા લેવાઈ રહ્યા છે. સમગ્ર બેન્કિંગની વ્યવસ્થા પ્રશંસાને પાત્ર છે. થાક વગર કામગીરી અદા કરવામાં આવી રહી છે. કટોકટીના સમયે દરેક વ્યક્તિને યોગ્ય સુવિધા મળે તે જરૂરી છે.

         બેન્કરોને પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યું છે કે, બેન્કના અધિકારીઓ અને સ્ટાફના લોકો પ્રતિકુળ સમયમાં કસ્ટમરોને સર્વિસ આપવામાં આગળ આવી રહ્યા છે. પોતાની શારિરિક ક્ષમતા પણ વધુ કામ કરી રહ્યા છે. ઈન્ડિયન બેંક એસોસિયેશનના કહેવા મુજબ ૧૦૫૯૮૮ બેંક શાખાઓ શુક્રવારના દિવસે ખુલી રહી હતી. જોકે આજે શનિવારે અને રવિવારના દિવસે બેંકો બંધ રહેશે.

(7:36 pm IST)