Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સિગારેટ પીનાર લોકોને કોરોનાનો ખતરો વધુ છે

ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી અપાઈ

નવીદિલ્હી, તા. ૨૮ : કોરોના વાયરસનો આતંક દુનિયાભરમાં જારી રહ્યો છે ત્યારે ડબલ્યુએચઓ દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, સિગારેટ પીનાર લોકોને કોરોના વાયરસનો ખતરો વધારે રહેલો છે. ડબલ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારના નશાને છોડી દેવાનો આ સુવર્ણ ગાળો છે. શરાબ અને સિગારેટ પીવાથી કોરોનાનો ખતરો વધે છે. પાનમસાલા પણ નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે.

       ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, પોસ્ટિક ભોજન અને પુરતા પ્રમાણમાં ઉંધ અને શરીરને એક્ટિવ રાખવાથી ફાયદો થશે. સરકારે કહ્યું છે કે, જે લોકો સિગારેટ, પાનમસાલાનો ઉપયોગ વધારે કરે છે તેમને કોરોનાનો ખતરો રહેલો છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલી હેલ્પલાઈન નંબર પર કેટલાક લોકો કોરોના વાયરસ સાથે જોડાયેલા પ્રશ્નો કરી રહ્યા છે. પીઆઈબી દ્વારા ટ્વિટ કરીને આ સંદર્ભમાં માહિતી આપી દેવામાં આવી છે.

(7:43 pm IST)