Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વિજળીનું બિલ નહીં ચુકવાય તો પણ કનેક્શન જારી રહેશે

ત્રણ મહિના સુધી રાહત આપવાનો નિર્ણય : દંડની ચુકવણી કરવાથી પણ હાલ રાહત મળશે : સરકાર

નવી દિલ્હી, તા. ૨૮ : કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકડાઉનની સ્થિતિ છે. આવી સ્થિતિમાં જો તમે વિજળીનું બિલ ભરવામાં સક્ષમ નથી તો ચિંતાની કોઈ વાત નથી. આવી સ્થિતિમાં હવે આપનું કલેક્શન કપાશે નહીં. સાથે સાથે દંડની ચુકવણી પણ કરવી પડશે નહીં. આના માટે કેન્દ્રિય વિજળી મંત્રાલય તરફથી તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર લખીને સુચના આપી દેવામાં આવી છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોની વિજળી વિતરણ કંપનીઓ માટે આજે એક પેકેજની જાહેરાત કરી હતી. કેન્દ્રીય વિજળી મંત્રાલય તરફથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ખાસ સુચના આપવામાં આવી છે.

          જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે હેઠળ રાજ્ય સરકાર હેઠળ કામ કરનાર વિજળી વિતરણ કંપનીઓને આગામી ત્રણ મહિના સુધી તેમના દ્વારા ખરીદવામાં આવેલા વિજળીની ચુકવણીમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત તેમની વિજળી ખરીદી માટે જમા કરવામાં આવેલી સુરક્ષા રકમમાં ૫૦ ટકાની રાહત આપવામાં આવી છે. કેન્દ્રિય વિજળી મંત્રાલયનું કહેવુ છે કે, લોકડાઉનના કારણે રાજ્યની વિજળી વિતરણ કંપની પાસે પુરતી રકમ આવી રહી નથી. આવી સ્થિતિમાં વિજળી બનાવનાર અને ટ્રાન્સમિશન કંપનીઓને પુર્ણ ચુકવણી કરવામાં આવી રહી નથી. સ્વાભાવિક રીતે તેમની પાસે આવક નથી. રિઝર્વ બેંકે  જે રીતે ઈએમઆઈના હપ્તા ભરવાથી ત્રણ મહિનાની છુટછાટ આપવામાં આવી છે. તે જ રીતે વિજળી ક્ષેત્રમાં પણ રાહત આપવામાં આવી છે.

       કેન્દ્રિય વિજળી મંત્રી રાજ કુમારે સિંહે કહ્યું છે કે, વિજળી વિતરણ કંપનીઓને તેમના તરફથી ખાતરી આપે છે કે આગલા ત્રણ મહિના સુધી તેમને વિજળી મળતી રહેશે. જેથી ગ્રાહકોનો પુરવઠો જારી રાખવામાં આવે તો જરૂરી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, આગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ગ્રાહકને વિજળી ન કાપે. ત્રણ મહિનાની દેરીથી બિલથી ચુકવણી પર કોઈ દંડ લાગુ ન કરે. આ સુવિધા માત્ર સ્થાનિક ગ્રાહકોને મળશે કે પછી ઓદ્યોગિક એકમોને પણ મળશે તે બાબત સ્પષ્ટ થઈ નથી.

(7:29 pm IST)