Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસ 9/11ના હુમલાની ઘટના કરતા પણ વધુ ભયાનક છે : ન્યુયોર્કના ડોક્ટરનું મોટું નિવેદન

સમગ્ર ન્યુયોર્ક એમ્બ્યુલન્સોની સાઈરનોથી ગુંજી રહ્યું છે

નવી દિલ્હી : અમેરીકામાં હાલ કોરોના વાઇરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ડોકટરો દર્દીઓને બચાવવાના અર્થાગ પ્રયાસો કરી રહ્યા છે. 9/11એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલા હુમલા કરતા પણ કોરોના વાઇરસ આજે ન્યુયોર્કના ડોક્ટરોને ભયાનક લાગી રહ્યો છે. સમગ્ર ન્યુયોર્ક એમ્બ્યુલન્સોની સાઈરનોથી ગુંજી રહ્યું છે અને તમામ લોકો ભય હેઠળ જીવી રહ્યા છે. લોકો ઘરમાંથી બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે અને ચારે તરફ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. સમગ્ર અમેરીકામાં કોરોનાના સૌથી વધુ મોત અને કેસ ન્યુયોર્કમાં નોંધાયા છે.

 ન્યુયોર્કના ડોક્ટર સ્ટીવ કાસ્પીડિસે એક સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવાની દૈનિક રીત ખૂબ જ વિકટ બની છે. તેમણે કહ્યું. “સિસ્ટમ બધી જગ્યાએ ડૂબી ગઈ છે.” સાથે તેમણે 19/11ના હુમલાને યાદ કરતા જણાવ્યું હતું કે, “9/11 એ આની તુલનામાં કંઇ નહોતું,” તેમણે ઉમેર્યું. “અમે દર્દીઓ આવવાની રાહ જોતા હતા જેઓ ક્યારેય ન આવ્યા અને હવે તેઓ આવતા જ રહે છે” વાઇરસ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે. લોકો રસ્તા ઉપર થુંકે છે, જેથી ચાલનારાઓના જૂત્તા ઉપર તે ચોંટે છે અને ફેલાય છે. આ વાઇરસના સંપર્કમાં લોકો જુદી જુદી રીતે આવે છે પણ આમાંથી બચવાનો કોઈ ઉપાય દેખાતો નથી.

(6:53 pm IST)