Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

શું શેરબજાર બંધ રહી ન શકે ? ચાલુ રહે તો ઘરે બેસીને કામ થઈ ન શકે ? ઓફિસોની ટોળાશાહી બંધ કરવી જરૂરી

રાજકોટઃ હાલ દેશભરમાં લોકડાઉન ચાલુ છે. ધંધા-ઉદ્યોગો, દુકાનો, બજારો, શાળાઓ, કોલેજો વગેરે બંધ છે. બેન્કોમાં પણ સમય ઘટાડવામાં આવ્યો છે પરંતુ શેરબજારની વાત કરીએ તો શેરબજારમાં નથી સમય ઘટાડાયો કે નથી શેરબજાર બંધ કરાયું ! આ અંગે એક જાગૃત નાગરીકે જણાવ્યુ છે કે શેરબજાર ચાલુ રહેવાથી લોકડાઉનનો હેતુ સરતો નથી. શેરબજાર ચાલુ હોવાને કારણે શેરબજારના ધંધાર્થીઓ ઓફિસે જાય છે અને ત્યાંથી કામ કરે છે, ત્યાં અન્ય લોકો-ગ્રાહકો આવતા હોય છે. જેના કારણે લોકડાઉનનો કે ૧૪૪મી કલમનો ભંગ થતો હોવાનું કહેવાય છે. જાગૃત નાગરીકે જણાવ્યુ છે કે જ્યારે લોકો સ્વૈચ્છીક રીતે બહાર નિકળતા નથી તો શેરબજારના કામ માટે શા માટે ધંધાર્થીએ બહાર નિકળવુ જોઈએ. ધંધાર્થી પોતાના ઘરેથી પણ ઓનલાઈન કામ કરી શકે. માત્ર એક માણસ પણ શેરબજારનુ કામ નિપટાવી શકે છે અથવા જો ઓફિસ ચાલુ રાખવામા આવે તો ત્યાં માત્ર એક જ વ્યકિતને પરવાનગી મળવી જોઈએ. ટોળાશાહી બંધ થવી જોઈએ. જાગૃત નાગરીકે એમ પણ જણાવ્યુ છે કે લોકડાઉનને ધ્યાનમાં રાખીને શેરબજારનો સમય કાં તો ઘટાડવો જોઈએ અથવા તો શેરબજાર લોકડાઉનને કારણે બંધ જ રાખવું જોઈએ. લોકડાઉનનું પાલન કરવુ એ સૌની ફરજ બની રહી છે.

(4:03 pm IST)
  • ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો રાઉન્ડ આવે નહિં તે માટે ૬ મહિના સુધી લોકડાઉન જરૂરી : આરોગ્ય વડા access_time 4:22 pm IST

  • ન્યુયોર્ક પોલીસના 442 ઓફિસરોને કોરોના પોઝિટિવ આવેલ છે access_time 12:31 am IST

  • મોડીરાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ દેશમાં કોરોના વાયરસના 882 કેસ થયા છે મૃત્યુઆંક 20 થયો છે જયારે 73 કેસોમાં રિકવરી થઇ છે : 785 એક્ટિવ કેસો છે જે બધા માઈલ્ડ નેચરના પોઝિટિવ કેસ છે access_time 12:32 am IST