Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર સીલ, કાર લઇને જવા પર પણ પ્રતિબંધ મૂકાયો

મુંબઇ, તા.૨૮: સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે લોકડાઉન છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પબ્લિક અને પેસેન્જર માટે સંપૂર્ણ બંધ કરાઈ છે. ચાલતા કે ગાડી કે કાર મારફતે પબ્લિક ને જવા પર પ્રતિબંધ મુકાયો છે આ અંગેની માહિતી જિલ્લા કલેકટરે ટ્વીટ કરી આપી હતી. દેશમાં લોકડાઉનનો ચોથો દિવસ છે..જોકે કોરોનાથી મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને દેશમાં કુલ મૃત્યુઆંક ૨૦ થયો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૮૮૫ને પાર થઈ છે. અને ૭૦થી વધુ દર્દીઓ સાજા પણ થયા છે એટલે હજુ ૭૯૨ દર્દીઓ છે. જેમની દેશની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૫૬, કર્ણાટકમાં ૬૪, તેલંગાણાના ૫૯, રાજસ્થાનમાં ૫૦, યુપીમાં ૪૯, ગુજરાતમાં ૪૭ કેસ નોંધાયા છે. જયારે દિલ્હીમાં ૪૦, તમિલનાડુ અને પંજાબમાં ૩૮, હરિયાણામાં ૩૩, મધ્યપ્રદેશમાં ૩૦, જમ્મુ કાશ્મીરમાં ૧૮ કેસ દાખલ છે. આ ઉપરાંત લદાખમાં ૧૩, આંધ્રપ્રદેશમાં ૧૨, બંગાળમાં ૧૦ કેસ નોંધાયા છે.

(3:59 pm IST)