Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

તરબૂચ બ્લડપ્રેશરને ઘટાડી દેવામાં ખૂબ જ ઉપયોગી છે

હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસનું તારણ : હાર્ટએટેક અને સ્ટોક માટે સૌથી મોટા જોખમી પરિબળ ગણાતા પ્રી હાઇપર ટેન્શન સામે રક્ષણ આપે છે

કરાચી,તા. ૨૮ તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તરબૂચ પ્રી હાઈપર ટેન્શન સામે અસરકારક કુદરતી હથિયાર તરીકે છે. પ્રી હાઈપર ટેન્શન હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે સૌથી જોખમી પરિબળો પૈકી એક છે. તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળી શકે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે ખાદ્યાન ચીજવસ્તુ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તરબૂચમાં ઘણા એવા પોષક તત્ત્વો રહેલા છે જેનાથી બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે. બ્લડ પ્રેશર તમામ પુખ્તવયના લોકોમાં ઘટે છે તેવી બાબત અભ્યાસમાં જાણવા મળી ચૂકી છે. નવા અભ્યાસના મુખ્ય સંશોધકનું કહેવું છે કે પ્રથમ વખત અભ્યાસ બાદ આવું જાણવા મળ્યું છે કે પ્રી હાઈપર ટેન્શીન વાળા લોકોને તરબૂચ મદદરૂપ બની શકે છે. તરબૂચના સારા ડોઝથી મધ્યમ વયના પુરુષો અને મહિલાઓ બંનેને રાહત થાય છે.

તરબૂચમાં પાણીનું પૂરતંુ પ્રમાણ હોવાથી આના પણ સીધા ફાયદા રહેલા છે. મોટા પ્રમાણમાં તરબૂચનો ઉપયોગ કરવાથી જે રસાયણ તત્ત્વો મળે છે તે બ્લડ પ્રેશરને સ્વસ્થ રાખે છે. એલ-સ્રીટ્રુલાઈન નામના ઘટક તત્ત્વો બીજા એમીનોએસિડમાં ફેરવાઈ જાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીની સીઝનમાં તરબૂચનું પ્રમાણ દરરોજ ઉપયોગમાં લેવાથી તમામ લોકોને ફાયદો થાય છે. આમા કોઈ વય મર્યાદા રહેલી નથી. ગરમીમાં એકબાજુ વધારે પ્રમાણમાં પાણી ફાયદાકારક સાબિત થાય છે તેવી જ રીતે તરબૂચ આના કરતા પણ વધુ ફાયદો આપે છે. ટાઈપ-૨ ડાયાબિટીશને રોકવામાં પણ મદદરૂપ બને છે. આમા અન્ય ઘટક તત્ત્વો પણ રહે છે જે શરીરને રાહત આપે છે. અમેરિકન જનરલ ઓફ હાઈપર ટેન્શનમાં અભ્યાસના તારણો પ્રકાશિત કરાયા છે.

(3:57 pm IST)