Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાએ કેટલાયની ખોલી પોલ !! ઘરેથી બેંગ્લોર/કલકત્તા જવાનું કહીને ફરી આવ્યા થાઈલેન્ડ

કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ખાતામાં ખોટુ બોલીને થાઈલેન્ડ ફરી આવ્યા પછી હવે ધંધે લાગ્યા

અંબાલા સિટીઃ કોરોના સંકટ વધ્યા પછી જ્યારે સરકાર અને પ્રશાસન જ્યારે વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને હોમ કવોરન્ટાઈન કરવા માટે શોધી રહ્યા છે ત્યારે કેટલાયના ઘરમાં ડખ્ખા ઉભા થયા છે. અંબાલામાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં લોકો બેંગ્લોર અને કલકત્તા બિઝનેશ ટૂર પર જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા પણ હવે તેમની થાઈલેન્ડના શહેરો બેંગકોક, પટ્ટાયા અને મકાઉ ફરવાની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે.

આરોગ્ય વિભાગ આ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના પોસ્ટરો તેમના ઘરની બહાર લગાડે છે તેનાથી ઘરમાં તેમની પોલ ખુલી ગઈ છે. હવે આવા લોકોની સાથે સાથે તેમના પરિવારના અન્ય સભ્યોને પણ હોમ કવોરન્ટાઈન કરાય રહ્યા છે. જેના કારણે ઘરમાં તો ઝઘડા થઈ જ રહ્યા છે પણ આ લોકો આરોગ્ય વિભાગ પર પોતાની ખીજ ઉતારી રહ્યા છે.

જીલ્લામાં આરોગ્ય વિભાગ પાસે અત્યાર સુધીમાં લગભગ ૧૨૦૦ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે જે વિદેશોમાં ફરીને પાછા આવ્યા છે. આમાથી કેટલાક લોકો એવા છે જેના ઘરના લોકોને ખબર જ નહોતી કે ભાઈ વિદેશમાં ફરી આવ્યા છે. સેકટર-૯માં પરિસ્થિતિ બહુ અઘરી થઈ જ્યારે ઘરના એક વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી પટ્ટાયાની નીકળી. પછી તેમના માટે ઘરમાં પોતાના જ પરિવારના લોકો સામે ઉભુ રહેવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. ગુસ્સે થઈને તેણે આરોગ્ય વિભાગના હોમ કવોરન્ટાઈનના પોસ્ટરો ફાડી નાખ્યા અને જ્યારે ફરીથી તે લગાવવામાં આવ્યા તો તે આરોગ્ય વિભાગની ટીમ સાથે ઝઘડી પડયો. હવે તેની સામે પોલીસ કેસ કરવાની ફરીયાદ એસપીને મોકલાઈ છે.

જીલ્લાના કેટલાય પોલીસ કર્મચારીઓની પણ ટ્રાવેલ ડિસ્ટ્રી છે. આમાથી કેટલાક થાઈલેન્ડ પણ ફરી આવ્યા છે. આ લોકોને ખાતાએ હોમ કવોન્ટાઈન કર્યા હતા. હવે જે લોકોનો હોમ કવોરન્ટાઈન પિરીયડ પુરો થઈ ગયો છે. તેમણે હવે સિવીલ સર્જન પાસેથી મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ લેવુ પડે છે જેથી તે ફરીથી ડયુટી જોઈન્ટ કરી શકે. આવા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવવાથી ડીપાર્ટમેન્ટ તેમને હવે કેટલાય પ્રકારના સવાલો પૂછી રહ્યુ છે.

(2:47 pm IST)