Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસની અસર ૪ એપ્રિલથી ઘટતી જશેઃ મૃત્યુ દરમાં પણ ઘટાડો થશે

મોહન ખેડા વિકાસ ટ્રસ્ટના જૈન સંત રૂષભ ચંદ્રસુરીજી જૈનાચાર્યની ભવિષ્યવાણીઃ શનિ મંગલની યુતિથી હવામાં અગ્નિ ફેલાશે અને વાયરસને ખત્મ કરશે

રાજકોટ તા. ર૮: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ટુંક સમયમાં આ મહામારીનો અંત આવશે તેવી મોહન ખેડાનાં પ્રખ્યાત જયોતિષાચાર્ય રૂષભ ચંદ્રસુરી જૈન સંતની ભવિષ્યવાળી મુજબ ૪ એપ્રિલથી આ મહામારીનો અંત આવશે.

જોકે, કોરોના વાયરસની બિમારીએ સમગ્ર વિશ્વમાં ભરડો લઇ રહી છે ત્યારે જૈન સંત રૂષભ ચંદ્રસુરીની ભવિષ્યવાણીએ લોકોને, સરકારને રાહત થાય તેવી આગામી તત્કાલ સમાચાર ઉપર કરી છે.

તત્કાલ સમાચારના અહેવાલ મુજબ આવતીકાલ તા. ર૯ માર્ચથી કોરોના વાયરસની બિમારી ધીમી પડી જશે અને ૩ એપ્રિલથી મૃત્યુ દરમાં ઘટાડો થતો જશે.

શનિ-મંગળની યુતિ હવામાં આગ ફેલાવશે જેના કારણે કોરોના વાયરસ ઉપર કાબુ આવશે. જૈન સંત મોહન ખેડા વિકાસ ટ્રસ્ટના રૂષભ ચંદ્રસુરીજી પ્રખ્યાત જયોતિષ સમ્રાટ મનાય છે. તેઓએ અગાઉ કરેલી ભવિષ્યવાણી પણ સાચી પડી છે.

આ અગાઉ તેઓએ રામ મંદિરનો ફેંસલો હિંદુઓની તરફેણમાં આવશે અને મધ્ય પ્રદેશમાં સતત પરિવર્તન થશે તેવી આગાહી કરી હતી જે સાચી પડી છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને ખોફ ઉભો થયો છે. ત્યારે રૂષભ ચંદ્રસુરીજીની ભવિષ્યવાણીએ રાહતના સમાચાર આપ્યા છે. તેમાં કહેલ મુજબ આવતીકાલ તા. ર૯ માર્ચથી જ કોરોના વાયરસ તેના અંત તરફ પ્રયાણ કરશે અને ૩ એપ્રિલથી મૃત્યુ દર ઘટવાનું શરૂ થશે. હાલમાં ૪ એપ્રિલ સુધી તેની અસર વધુ રહેશે અને ૪ મે સુધી કોરોના વાયરસનો ખોફ ચાલુ રહેશે.

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતમાંથી કોરોના વાયરસ ઝડપથી વિદાય લેશે તેવી ભવિષ્યવાણી તેમણે ઉચ્ચારી છે.

(2:45 pm IST)