Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાહુલ ગાંધીનું ટ્વિટ

શ્રમજીવી પરિવારોની શકય તેટલી મદદની કરી અપીલ

નવી દિલ્હી તા. ૨૮ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસ લોકડાઉનને કારણે શહેર છોડીને ગામની તરફ પાછા આવી રહેલા લોકો અને તેમના પરિવારોને લઇને શનિવારે ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, આજે આપણા સેંકડો ભાઇ-બહેનોને ભૂખ્યા-તરસ્યા પરિવાર સહિત પોતાના ગામ તરફ પગપાળા જવુ પડી રએાું છે. આ કઠિન રસ્તા પર આપના માંથી જે પણ તેઓેને ભોજન-પાણી-મદદ કરી શકે, કૃપા કરીને આપે.

તેઓેએ ટ્વિટમાં આગળ લખ્યું કે, કોંગ્રેસ નેતાઓને મદદ કરવાની ખાસ અપીલ કરૃં છું. જય હિન્દ. દેશમાં કોરોના વાયરસની મહામારીને પગલે પીએમ મોદીએ બુધવારથી ૨૧ દિવસ માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે.ઙ્ગ

આ પહેલા પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનને લઇને ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, લોકડાઉન આપણા દેશના ગરીબ અને કમજોર વર્ગને બરબાદ કરીને મુકી દેશે. તેના કારણે આપણા દેશને એક મોટો ઝટકો લાગશે. કોઇપણ નિર્ણય કરતા સમયે આપણે ઉંડાઇથી વિચારવાની જરૂર છે. આ સંકટનો સામનો કરવા માટે એવી દ્રષ્ટીની જરૂર છે જે લોકો પ્રત્યે દયા પણ રાખતી હોય. હજુ પણ મોડુ નથી થયું.ઙ્ગ

જયારે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના લોકડાઉનને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમ મોદીને આ સંબંધમાં પત્ર લખ્યો હતો. તેઓએ કેન્દ્રને છ મહીના માટે તમામ ઇએમઆઇને ટાળવા વર વિચાર કરવા અને બેન્કો દ્વારા લેનાર વ્યાજને માફ કરવા કહું હતું.

(2:45 pm IST)