Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનના કારણે દેશભરમાં NEET, JEEની પરીક્ષા મોકૂફ : મેનાં અંતિમ સપ્તાહમાં યોજાશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં યોજાનારી નીટ અને થ્ચ્ચ્દ્ગક પરીક્ષાઓ ટાળી દેવાઈ છેઙ્ગ એચઆરડી મંત્રીએ ટ્વીટમાં લખ્યું કે માતા-પિતા અને વિદ્યાર્થીઓને કોઈપણ અસુવિધાથી બચવા માટે વિભિન્ન પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. મેં મેના અંતિમ સપ્તાહ સુધી ફચ્ચ્વ્ (UG) ૨૦૨૦ અને JEE મેઇનની પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ને નિર્દેશ આપ્યો છે.

માનવ સંસાધન અને વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક ટ્વીટમાં કહ્યું કે, રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) ૨૦૨૦ જે ૩ મેએ આયોજીત થવાની હતી, હવે તેને મેના અંતિમ સપ્તાહ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે તે પણ જણાવ્યું કે, સંયુકત પ્રવેશ પરીક્ષા કે જેઈઈ મેન પણ પાછલા સપ્તાહે મેમાં આયોજીત કરવામાં આવશે.

એચઆરડી મંત્રીએ લખ્યું, 'માતા-પિતા અને વિદ્યાર્થીઓને કોઈપણ અસુવિધાથી બચવા માટે વિભિન્ન પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. મેં મેના અંતિમ સપ્તાહ સુધી NEET (UG) ૨૦૨૦ અને JEE મેઇનની પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ને નિર્દેશ આપ્યો છે.

મહત્વનું છે કે નીટ પરીક્ષા માટે દેશભરમાં ૧૫ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ અરજી કરી હતી અને અંદાજીત ૯ લાખ જેઈઈ મુખ્ય એપ્રિલ સત્ર યોજાનારી પરીક્ષામાં ભાગ લેવાના હતા.

(1:10 pm IST)