Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઇટાલીની ભૂલમાંથી પાઠ શીખી હોસ્પિટલોએ શોધી અનોખી ફોર્મ્યુલા

દેશની ટોચની હોસ્પિટલોએ અપનાવી રોટેશન પધ્ધતિ

નવી દિલ્હી તા. ૨૮ : જો કોવિડ-૧૯ જેવી ભયાનક મહામારીનું વિકરાળ રૂપ ધારણ કરવાનો ખતરો દેખાય તો શું હોસ્પિટલોમાં દરેક સ્ટાફને એક સાથે તૈનાત કરવો જોઇએ? ઇટલીએ તો આ કર્યું. પરંતુ આ રણનીતિમાં એક મોટી ખોટ એ છે કે જો કોઇ એક સ્વાસ્થ્યકર્મીને કોરોના વાયરસનું સંક્રમણ થયું તો પછી બાકી હોસ્પિટલ સ્ટાફને પણ કવારેન્ટાઇનમાં મોકલવા પડશે કારણ કે હોસ્પિટલના દરેક સ્ટાફ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે જ છે. એવામાં હોસ્પિટલમાં સ્ટાફની ભારે અછત ઉભી થશે અને આખી હોસ્પિટલ જ બેકાર થઇ જશે. ઇટલીમાં આ જ થયું.

ઇટલીની આ ભૂલના લીધે બધા દેશની ટોચની હોસ્પિટલોએ રોટેશન ફોર્મ્યુલા અપનાવી તેના અંતર્ગત ડોકટર્સ, નર્સ સહિત તમામ હોસ્પિટલ સ્ટાફને ત્રણ ભાગમાં વહેંચી દેવાયા છે. એ ગ્રૂપ એક સપ્તાહ સુધઈ કામ કરી છે અને બે સપ્તાહ સુધી સ્ટેન્ડ બાય મોડમાં જતા રહે છે. આ જ રીતે બી અને સી ગ્રૂપ પણ કરે છે. આ ફોર્મ્યુલા અપનાવામાં દિલ્હી, જોધધપુર અને ભોપાલની એમ્સ , દિલ્હીના સફદરગંજ અને લોકનાયક હોસ્પિટલ વગેરે સામેલ છે.

એક અધિકારીએ કહ્યું કે આ રીતે જો કોઇ એક ગ્રૂપની સાથે સંક્રમણનો ખતરો પેદા પણ થાય તો બે ગ્રૂપ તૈયાર રહે છે. દિલ્હી એમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ ફોર્મ્યુલા હોસ્પિટલોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ સુનિશ્ચિત કરે છે.

સમગ્ર દેશની કેટલીય હોસ્પિટલોને આ સમસ્યાથી ઝઝૂમવું પડી રહ્યું છે. પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સિનિયર ડોકટરે કહ્યું કે WHOએ રેકમેંડેડ કરેલા સૂટસ ઉપલબ્ધ નથી. આ સૂટ આ ડોકટર્સે પહેરવો જરૂરી છે જે કોવિડ-૧૯ દર્દીનું સારવાર કરે છે. તેમણે કેમ્પસમાં સાફ-સફાઇની કમીની તરફ પણ ઇશારો કર્યો.

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે એ દેશો પાસેથી શીખવું જોઇએ જયાં કોવિડ-૧૯ મહામારીએ કેટલાંય લોકોના જીવ લઇ લીધા જેમાં ઘણા બધા સ્વાસ્થ્ય કર્મી સામેલ છે. વાત એમ છે કે ઇટલીમાં ૪૫ ડોકટર્સના મોત થઇ ચૂકયા છે. ઇટાલિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના મતે ઇટલીમાં મહામારી શરૂ થવાથી અત્યાર સુધીમાં ૬૦૦૦ સ્વાસ્થ્ય કર્મી સંક્રમિત થઇ ચૂકયા છે.

(1:09 pm IST)