Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લૉકડાઉનને પગલે પગપાળા ઘરે જતા 7 મજૂરોને ટેમ્પો ચાલકે કચડી નાંખ્યા: 4ના મોત : 3 ગંભીર

મુંબઇ-અમદાવાદ હાઇવે પર અકસમાત : ટેમ્પો ચાલકની ધરપકડ

મુંબઇ પાસેના વિરારમાં મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક રોડ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ 7 મજૂરો પગપાળા પોતાના ઘરે જઇ રહ્યા હતા.

  વિરાર પાસે ભારોલ ગામમાં એક ફુલ સ્પીડમાં આવી રહેલી આયસર ટેમ્પોએ આ મજૂરોને કચડી નાંખ્યા. ત્યારે બતાવાઇ રહ્યું છે કે આ તમામ મજૂરોને પહેલા ગુજરાત બોર્ડર પાર કરતા રોકવામાં આવ્યા હતા અને પાછા મોકલી દેવાયા હતા. જોકે, તેમણે સવારે ફરી પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું.

  પાલઘરના એસપી ગૌરવ સિંહ મુજબ ટેમ્પો ચાલકની ધરપકડ કરી લેવાઇ છે. તેમા મેડિકલ સાથે જોડાયેલો સામાન ભર્યો હતો

(12:40 pm IST)