Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસથી ટ્રમ્પની ખુરશી જોખમમાં?

અમેરિકામાં અચાનક બેરોજગારોની સંખ્યામાં વધારો

વોશિંગ્ટન તા. ર૮: સરકારના શટડાઉનના આદેશથી ધંધાઓ હંગામી રીતે બંધ થયા છે એટલું જ તેના લીધે લાખો અમેરિકનોની નોકરીઓ પણ ચાલી ગઇ છે. આમાંથી કેટલાય એવા લોકો છે જેઓ કલાકના હિસાબે કામ કરે છે અને દર મહિને મળનારા પે-ચેક પર નિર્ભર હોય છે. તેમની પાસે કોઇ બચત નથી હોતી.

શેર બજાર ઝડપભેર પડવાના અને છટણીના સમાચારોએ ગુરૂવારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. આ સ્થિતિને જોતા અમેરિકન સંસદે દેશના ઇતિહાસના સૌથી મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હવે જોવાનું એ છે કે શું આ મલ્ટી ટ્રીલીયન ડોલરનું રાહત પેકેજ આ સ્થિતિને સંભાળવા માટે પુરતું થશે.

અત્યારે એક વાત ચતો સ્પષ્ટ છે કે કોરોના વાયરસે હજારો અમેરિકનોને ઝપટમાં લઇ લીધા છે અને કેસ વધવાની સાથે સાથે અમેરિકન અર્થવ્યવસ્થા પણ બિમાર થતી જાય છે. તેનાથી લાખો લોકોનું જીવન પ્રભાવિત થશે.

અમેરિકન સંસદની જેમ વ્હાઇટ હાઉસેે પણ આવનાર આર્થિક સુનામીને જોઇ લીધી છે. આ સપ્તાહની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે ધંધાઓ ફરીથી ચાલુ કરવા ઉત્સુક છે. આ બયાન તેમના આગળના બયાનથી ઉલ્ટું છે, જેમાં તેમણે કહ્યું હતું કે વાયરસ પ્રસારને રોકવા માટે શકય તેટલા દરેક પ્રયત્નો કરવામાં આવશે.

ખરેખર તો ટ્રમ્પ માટે રાજકીય હકીકત એ છે કે મોતના આંકડા વધતા રહેવાની સાથે સાથે જ જો અમેરિકન અર્થવ્યવસ્થા પણ મંદી તરફ જાય તો આ બન્ને કારણો આગામી રાષ્ટ્રપતિ ચુંટણીમાં તેમના માટે મુસીબત બની શકે છે. ચુંટણીના વર્ષથી શરૂઆતમાં જ અમેરિકાનું આર્થિક સંકટમાં જવાની તેમના રાજકીય મનસુબા પર પાણી ફેરવી શકે છે.

(11:39 am IST)