Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ચિંતાજનક : કોરેન્ટાઇનનો સમય પૂર્ણ થયા બાદ પંદરમાં દિવસે કોરોના લક્ષણ સામે આવ્યા

ચંદીગઢમાં વિચિત્ર કેસ સામે આવતા ખળભળાટ

ચંદીગઢ  તા. ૨૮ : રોના વાયરસના સંક્રમણમાં એેક અજીબ વાત સામે આવી છે. દુબઈથી ચંદીગઢ આવેલા ૨૨ વર્ષીય યુવકમાં ૧૪ દિવસ સુધીની ઈંકયુબેશન સમયગાળા દરમિયાન તેને ઘરમાં કવોરેન્ટાઈન રાખામાં આવ્યો હતો. જે પુરો થતાની સાથે તેનામાં કોરોનાના લક્ષણો સામે આવ્યા હતા.

ચંદીગઢના એક વ્યકિતનો ઈંકયુબેશન સમય પત્યા પછીની તપાસમાં કોરોના વાયરસમાં સંક્રમિત થયાની ખાતરી થઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના સલાહકાર મનોજ પરીડાએ કહ્યુ કે ૧૪ દિવસ સુધી તેને કંઈ ન થયું ૧૫માં દિવસે તેને તાવ આવ્યો હતો. આ દેશનો પહેલો કેસ છે જેને ૧૫ દિવસે લક્ષણો સામે આવ્યા છે. પરીડાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે અમારા ચિકિત્સા દળે આ વિચિત્ર કેસની જાણકારી કેન્દ્રને આપી છે. આ પહેલા તેમણે ટ્વીટ કર્યુ હતું.

ચિંતાજનક સમાચાર છે કે દુબઈથી ચંદીગઢ આવનાર વ્યકિતમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. લક્ષણ ૧૫માં દિવસે સામે આવ્યા છે. આ એક અસામાન્ય ઘટના સામે આવી છે. તેની સંપર્કમમાં આવનારા લોકોની શોધ કરવામાં આવી રહી છે. તે લોકોને અલગ કરવામાં આવશે. શ્ન રાજકીય ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલના ડિરેકટર સહ પ્રચાર્ય બીએસ ચૌહાણે જણાવ્યું કે ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર કોરોના વાયરસની ઈંકયૂબેશન સમય ૫થી ૧૪ દિવસનો હોય છે.

ચૌહાણે કહ્યું કે દર્દીએ વિદેશ યાત્રા કરી હોવાની વાતની ખરાઈ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આપણે સતર્ક રહેવું પડશે. જો લક્ષણ સામે આવવાનો સમય વઘારે હશે તો અને આપણે ફરી પૃથક સમય વિશે વિચાર કરવો પડશે. ચૌહાણે કહ્યું કે, તે ગુરૂવારે સવારે અમારી પાસે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વધુ એક કોરોના દર્દીની સાથે ચંદીગઢમાં કુલ ૮ કેસ નોંધાયા છે.

(11:38 am IST)