Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાઈરસથી લડવા અમેરિકાની ભારતને રૂપિયા ૨૧ કરોડની સહાય !

કુલ ૬૪ દેશોને ૧૭૪ મિલિયન ડોલર આપવાનો નિર્ણય

નવી દિલ્હી : વિશ્વના તમામ દેશો કોરોનાવાયરસ ની સામે જગં લડી રહ્યા છે અને અમેરિકા ખુદ સૌથી વધુ કેસ સાથે સપડાયેલું છે ત્યારે તેને કોરોના થી લડવા માટે દુનિયાના ૬૪ દેશોને ૧૭૪ મિલિયન ડોલર ની સહાય કરવાનું એલાન કયુ છે.

  આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકાએ ભારત જેવા મોટા દેશને ફકત ૨૧ કરોડની સહાય દેવાની જાહેરાત કરી છે. આ સહાય આમ તો પાશેરામાં પૂણી જેવી કહેવાય જોકે ભારત ને અમેરિકાની સહાયની કોઈ જર નથી કે તેના પર કોઈ આધાર નથી પરંતુ આ રકમ ખૂબ જ નાની ગણાય.
કોરોના વાઈરસ થી લડવા માટે અમેરિકાએ ગ્લોબલ રિસ્પોન્સ પેકેજ બનાવ્યું છે અને તેના ભાગપે વિશ્વના ૬૪ દેશોને આ સહાયતા જાહેર કરવામાં આવી છે. ભારતને લેબોરેટરી સિસ્ટમ તૈયાર કરવા માટે અને નવા કેસ શોધવા માટે તેમજ શંકાસ્પદ કેસો નું નિરીક્ષણ કરવા તેમજ ટેકનીકલ નિષ્ણાંતોને મદદ કરવાના હેતુથી અમેરિકાએ પિયા ૨૧ કરોડની સહાય ની

(11:36 am IST)